GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

મોદી સરકારનો ખેડૂતો માટે માસ્ટર સ્ટ્રોક : મેઘા સાથે કેન્દ્ર સરકાર પણ મહેરબાન

કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોને રાહત આપતો મહત્વના નિર્ણયને મંજૂરી આપી છે. કેબિનેટે ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. તમામ ખરીફ 14 પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. ધાનના ટેકાના ભાવમાં બસ્સો રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. હવે ધાનના ખરીફ પાક પર પ્રતિ ક્વિન્ટલ 1750 રૂપિયાનો ટેકાનો ભાવ મળશે. કેબિનેટના 14 પાકના ટેકાના ભાવમાં વધારાને મોદી સરકારનું કિસાન કાર્ડ માનવામાં આવે છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય કેબિનેટ દ્વારા ટેકાના ભાવમાં કરવામાં આવેલા વધારાને મોદી સરકારનો એક માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. ખરીફ પાકમાં ધાન્યપાકમાં ચોખાનો સમાવેશ થાય છે. ચોખાનો ટેકાનો ભાવ વધીને 1,750 રૂપિયા પહોંચી શકે છે. મગના ભાવમાં મોટો વધારો થયો છે. ટેકાના ભાવ માટે સરકાર પર 33,500 કરોડ રૂપિયાનું ભારણ પડશે

ટેકાના ભાવની સ્થિતિ દેશમાં

પાક                             2017- 18        2018-19           વધારો

રાગી                             1,900                2,897                52

નાઇજર સીડ                 4,050               5,877               45.1

જુવાર                            1,700              2,430                  42.9

બાજરી                          1,425               1,950                 36.8

સૂર્યમુખી                       4,100               5,358                  31.4

કપાસ મીડીયમ           4,020                5,150                  28.1

કપાસ લંબતારી            4,320               5,450                  26.2

મગ                                5,575               6,975                  25.1

મકાઈ                             1,425              1,700                  19.3

તલ                                5,300              6,249                  17.9

ચોખા                             1,550                1,750                  12.9

સોયાબીન                     3,050               3,399                   11.4

મગફળી                       4,450               4,890                   9.9

તુવેર                             5,450                5,675                 4.1

અડદ                            5,400                5,600               3,7

નોંધ ઃ અાંક પ્રતિ ક્વિન્ટલના છે અને રૂપિયામાં છે. વધારો ટકાવારીમાં છે.

  • ખેડૂતો માટે અાનંદના સમાચાર
  • ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો
  • કેબિનેટે અાપી ટેકાના ભાવને મંજૂરી
  • 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો
  • અનાજના ટેકાના ભાવમાં 200 રૂપિયાનો વધારો
  • અનાજના ટેકાના ભાવમાં સૌથી મોટો વધારો

દેશમાં માત્ર 9 રાજ્યોમાં ટેકાના ભાવે ખરીદીનો લાભ મળે છે. જેમાં પંજાબ અને હરિયાણાઅે સૌથી મહત્તમ લાભ મેળવે છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો નંબર અાવે છે. ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદી નહિવત થાય છે. મોદી સરકાર પાસે પણ ખેડૂતોને રિઝવવા સિવાય વિક્લપ નથી. અા છેલ્લો તબક્કો હોવાથી ખેડૂતો પર મોદી સરકાર ટેકાના નામે રીઝી શકે છે. કઠોળ અને તેલીબિયાં પાકોની સરકાર ટેકાના ભાવે નવી સિઝનમાં ખરીદી કરે તો પણ ઘણું છે.  દેશમાં ટેકાના ભાવ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થતા હોય છે. અા વર્ષે ટેકાના ભાવ રજૂ કરવામાં સરકારને પરસેવો છૂટ્યો છે. હવે ખેડૂતો પણ અે રાહ જોઈ રહ્યાં છે કે, સરકાર કયા પાકના ટેકાના ભાવમાં વધારો કરે છે. મોદી સરકાર પણ ટેકાના ભાવમાં વદારો કરવાના નિર્ણયનો જોરશોરથી પ્રચાર કરે તેવી સંભાવના છે.

  • દેશમાં ટેકાના ભાવ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થતા હોય છે
  • પંજાબ અને હરિયાણાઅે સૌથી મહત્તમ લાભ મેળવે છે
  • ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદી નહિવત થાય છે

ખેડૂતોને એ અંદાજ મળી જશે કે તેમણે કયો પાક વાવવાનો

સમર્થન મૂલ્ય જાહેર થવાથી ખેડૂતોને એ અંદાજ મળી જશે કે તેમણે કયો પાક વાવવાનો છે ? સરકાર ખેડૂતોને લાભકારી ન્યુનત્તમ સમર્થન મૂલ્ય અપાવવા માટે રૂપિયા 15 હજાર કરોડનો ખર્ચ કરી શકે છે.  આ નિર્ણયનું એલાન આજે યોજાનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કરવામાં આવી શકે છે. સરકાર એમએસપી વધારવા અને ખેડૂતોને ખેતીની પડતરનુ દોઢગણું વળતર આપવા માગે છે. આ પહેલાં યુપીએ સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોને ફાયદો કરાવ્યો હતો. અને હવે મોદી સરકાર પણ 2019ની ચૂંટણી પહેલા ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે.

 

Related posts

પોલીસની આ કાર્યવાહી મામલે ભાજપના હોદ્દેદારોએ આપી સામુહિક રાજીનામાની ચીમકી

Nilesh Jethva

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર મુકાયું આધુનિક મશીન, કોઈ વ્યક્તિનું ટેમ્પરેચર વધુ હશે તો વાગશે સાયરન

Nilesh Jethva

ચીન સપ્ટેમ્બરથી એલિયન્સની શોધ માટે આગળ વધશે, લેશે આ સૌથી મોટા ટેલિસ્કોપની મદદ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!