GSTV
Home » News » મોદીના કાયલ થયા કોંગ્રેસના કદાવર નેતાઓ , તારીફો કરી કહ્યું પ્રશંસાના હકદાર

મોદીના કાયલ થયા કોંગ્રેસના કદાવર નેતાઓ , તારીફો કરી કહ્યું પ્રશંસાના હકદાર

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને લઈ કોંગ્રેસના કેટલાક નેતાઓએ સમર્થન આપ્યું હતું. તો હવે કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ પીએમ મોદીના કામની પ્રશંસા કરવા લાગ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે ટ્વીટ કરીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો કોઈ સારુ કામ કરે છે તો તેમની પ્રશંસા થવી જોઈએ.

જો તમે જાણતા હશો તો હું 6 વર્ષ પહેલાથી આ કહેતો આવ્યો છું કે જ્યારે નરેન્દ્ર મોદીએ સારા કામ કર્યા હોય તો તેની પ્રશંસા થવી જોઈએ.. તેમનાથી જ્યારે પીએમ મોદી ભૂલ કરશે તો આપણી આલોચનાને વિશ્વસનીયતા મળશે. હું એ વાતનું સ્વાગત કરું છું કે વિપક્ષના અન્ય નેતા પણ તે વિચારને માનવા લાગ્યા છે જે મેં પહેલા કહ્યું હતું.

કોંગ્રેસના સિનિયર નેતા અભિષેક મનુ સિંઘવીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે મેં હંમેશા કહ્યું છે કે મોદીને ખલનાયકની જેમ રજૂ કરવા ખોટું છે. માત્ર એટલા માટે જ નહીં કે તે દેશના વડાપ્રધાન છે. પરંતુ એમ કરવાથી એક રીતે વિપક્ષ તેમની મદદ કરે છે. કામ હંમેસા સારુ, ખોટું કે મામૂલી હોય છે. કામનું મુલ્યાંકન વ્યક્તિ નહીં પણ મુદ્દાના આધારે હોવું જોઈએ.. જેમકે ઉજ્જવલા યોજના કેટલાક સારા કામોમાં એક છે.

તો બે દિવસ પહેલા કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ કહ્યું કતું કે પીએમ મોદીના કામના મહત્વને સ્વીકાર નહીં કરવા અને દરેક સમયે તેમને ખલનાયકની જેમ રજૂ કરવાથી કંઈ નહીં મળે.. મોદીના કામ અને 2014થી 2019 વચ્ચે તેમણે જે કર્યું તેના મહત્વને સમજો, જે કારણે તે સત્તામાં ફરી આવ્યા.

મોદી શાસન પૂરી રીતે નકારાત્મક ગાથા નથી. જો વડાપ્રધાનને હંમેશા ખલનાયક ગણાવતા રહેશે તો તમે તેમનો સામનો કરવાની હિંમત નહીં મેળવી શકો. તેઓ એવી ભાષા બોલે છે જેનાથી લોકો જોડાયા છે.

READ ALSO

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!