GSTV

ભાજપનો ગઢ ગણાતી ગુજરાતની આ બેઠક પર ભાજપ કરતા મોદી ક્રેઝ વધુ જોવા મળ્યો!

Surat Lok Sabha seat

Last Updated on April 24, 2019 by Alap Ramani

વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી સુરત લોકસભા બેઠક માટે યોજાયેલી ચુંટણીના મતદાન દરમિયાન આ વર્ષે પણ શહેરી મતદારોમાં ભાજપ તરફેનો ઝુકાવ યથાવત્ જોવા મળ્યો હતો. નોટબંધી, જીએસટી, શિક્ષણ કે બેરોજગારીના મુદ્દાની તુલનાએ મોટા ભાગના મતદારોએ આતંકવાદ અને રાષ્ટ્રવાદના મુદ્દાને મતદારોએ વધુ મહત્વનો ગણાવ્યો હતો. સાત વિધાનસભા મત વિસ્તારો ધરાવતી સુરત લોકસભાની બેઠકની ચુંટણી માટે આજે યોજાયેલા મતદાન દરમિયાન સુરતના શહેરી મતદારોમાં આ વખતે પણ ભાજપ તરફી ઝુકાવ જોવા મળ્યો હતો. કુલ ૧૬.૫૫ લાખ મતદારો ધરાવતી સુરત બેઠક પર દાવેદારી નોંધાવનાર મુખ્ય રાજકીય પક્ષો ભાજપ- કોંગ્રેસ સહિત કુલ ૧૩ ઉમેદવારોના ભાવિને મતદારોએ ઈવીએમમાં સીલ કર્યા હતા.

gujarat election

અત્રે નોંધનીય છે કે છેલ્લાં કેટલાય વર્ષોથી સુરત લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણાતી આવી છે. જે આજે યોજાયેલા મતદાન દરમિયાન પણ શહેરી મતદારોમાં ભાજપનો અને ખાસ કરીને મોદી ક્રેઝ યથાવત્ જોવા મળ્યો હતો. છેલ્લાં પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન મોદી સરકારે કરેલી નોટબંધી, જીએસટી કે બેરોજગારીના સહિતના અન્ય પ્રશ્નોની સામે આતંકવાદ, રાષ્ટ્રવાદના મુદ્દાને મોટા ભાગના મતદારોએ સમર્થન આપ્યું હતુ. તો યુવા મતદારોએ મોંઘા શિક્ષણ અને બેરોજગારીના પ્રશ્ને પણ વાત કરી હતી. આનંદ મહેલ રોડ સ્થિત સિંધી સેવા સમિતી સ્કુલના મતદાન મથક પર મતદાન કરવા આવેલા ૮૬ વર્ષીય રતીલાલ ગાંધીએ જણાવ્યું હતું કે નોટબંધીથી થોડી મુશ્કેલી પડી હતી. પરંતુ જીએસટીના અમલીકરણથી ટેક્સટાઈલ સહિતના ઉધોગોને રાહત મળી છે.

જ્યારે ટેક્સટાઈલના વ્યવસાય સાથે જોડાયેલા યુવા મતદાર જતીન મોદીએ જીએસટીની જટીલતાના મુદ્દે જણાવ્યું હતું કે જુના ઘરને રિનોવેટ કરવાનું હોય તો થોડો સમય મકાન માલિકને થોડો સમય મુશ્કેલી તો પડે જ. જીએસટી કોંગ્રેસની દેન હોવા છતાં તેને લાગુ કરવાની હિંમત કરી શક્યા નહોતા. જીએસટીના અમલીકરણમાં થોડી મુશ્કેલી વેઠવી પડી હતી. પરંતુ હવે ધીમે ધીમે બધું થાળે પડી રહ્યું છે.

ફ્રેશ મતદાર ચિન્ટુ પટેલે કહયું, મોંઘા શિક્ષણ, વધતી બેરોજગારી મુદ્દે સરકારે પગલા લેવા જોઇએ

અડાજણ સ્થિત પ્રેસીડેન્સી સ્કુલના મતદાન બુથ પર ફર્સ્ટટાઈમ વોટર્સ ચિન્ટુ પટેલે જણાવ્યું હતું કે યુવાનોને મોંઘા શિક્ષણ તથા વધતી જતી બેરોજગારીના પ્રશ્ને સરકારે કંઈક હકારાત્મક પગલાં લેવા જોઈએ. રાજ્ય સરકારે પણ શિક્ષિત યુવાનોને ફિક્સ પગારની નોકરીને બદલે ફુલ પગાર પર ભરતીની પ્રક્રિયા કરવાની ખાસ જરૂર છે. જ્યારે સી.એનો અભ્યાસ કરતી અને લોકસભાની ચુંટણી માટે બીજીવાર મતદાન કરવા આવેલી ક્રિષ્ના મોદીએ જણાવ્યું હતું કે સી.એના અભ્યાસ માટે સામાન્ય પ્રવાહમાં ધો.૧૦ અને ૧૨માં મેથ્સનો સમાવેશ થાય તો વિદ્યાર્થીઓને વધુ સરળતા રહે છે.

READ ALSO

Related posts

શેરી ગરબાને મંજૂરીની અસર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના બજાર પર, નહિવત ઘરાકીને પગલે

Pritesh Mehta

અમદાવાદ આવ્યા કેન્દ્રીય મંત્રી, ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

Pritesh Mehta

વિકાસ ખાડે ગયો / ધોરાજીના રસ્તાઓ પર લાગ્યા એવા પોસ્ટર્સ જેને જોઈ સત્તા પક્ષનું નાક કપાયું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!