GSTV

ડ્રગ્સ કેસમાં ભાજપના નજીકના હીરોનો સાળો સૂત્રધાર, બાયોપિકમાં કરી ચૂક્યો છે મોદીનો રોલ

કર્ણાટકમાં ફિલ્મ અભિનેત્રીઓ રાગિણી દ્વિવેદી અને સંજના ગલરાનીને સંડોવતા ડ્રગ્સ કેસના તાર આદિત્ય આલ્વા સુધી પહોંચતાં ભાજપની મુશ્કેલી વધી છે. ભાજપના ભૂતપૂર્વ નેતા જીવરાજ આલ્વાના પુત્ર આદિત્યના બંગલા પર મંગળવારે નાર્કોટિક્સ બ્યુરોની રેડ પડી. ચાર એકરમાં ફેલાયેલા ‘હાઉસ ઓફ લાઈફ’ બંગલામાં આદિત્ય ફિલ્મ સ્ટાર્સની રેવ પાર્ટી કરતો. તેમાં છૂટથી ડ્રગ્સ અપાતું હતું.

રાગિણી દ્વિવેદીની ધરપકડ બાદ થયો છે ફરાર

રાગિણી દ્વિવેદીની ધરપકડ થઈ ત્યારથી આદિત્ય ફરાર છે. આદિત્યની માતા નંદિની જેડીએસની સભ્ય છે. સૂત્રોના મતે, કુમારસ્વામી ફિલ્મો સાથે સંકળાયેલા હોવાથી તેમને ભેરવવા યેદુરપ્પાએ ડ્રગ્સ કેસની તપાસમાં ભારે ઉત્સાહ બતાવ્યો હતો પણ ધીરે ધીરે રેલો ભાજપના પગ તળે આવી ગયો છે. આદિત્યનું નામ બહુ પહેલાં જ ખૂલેલું પણ તેને ત્યાં રેડ પાડવાની ભાજપ સરકારની ઈચ્છા નહોતી કેમ કે આદિત્ય ભાજપની નજીક ગણાતા ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોયનો સાળો છે. વિવેક ઓબેરોય મોદી પર બનેલી બાયોપિકમાં મોદીનો રોલ કરી ચૂક્યો છે. આ કારણે યેદુરપ્પા આદિત્યને અડકવા નગોતા માંગતા પણ મીડિયાના દબાણને કારણે આદિત્યને ત્યાં રેડ કરવી પડી છે.

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!