મોદીએ આપેલા ‘આત્મનિર્ભર ભારત’ના સૂત્રનો અમલ કરવા જતાં સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ ખરાબ રીતે ફસાતાં પીએમઓના શરણે જવું પડયું છે. મોદીએ લોકડાઉન પછી ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ની શરૂઆત કરી ત્યારે તમામ સરકારી કંપનીઓને ભારતીય કંપનીઓ પાસેથી માલ ખરીદવા ફરમાન કરાયેલું.

બીએસએનએલએ ફોર જી નેટવર્ક માટેનું ટેન્ડર રદ કરી દીધું
આ આદેશનું પાલન કરીને બીએસએનએલએ ફોર જી નેટવર્ક માટેનું ટેન્ડર રદ કરી દીધું હતું કેમ કે તેમાં ચીનની કંપનીઓએ ઓછા ભાવ ભર્યા હતા. એ પછી નવું ટેન્ડર બહાર પડાયું ને માત્ર ભારતીય કંપનીઓ પાસેથી જ ભાવ માંગવામાં આવ્યા.

ચીનની હ્યુવેઈ ને ઝેડટીઈ જેવી કંપનીઓના ભાવ કરતાં લગભગ બમણા
આ ભાવ ચીનની હ્યુવેઈ ને ઝેડટીઈ જેવી કંપનીઓના ભાવ કરતાં લગભગ બમણા છે. બીએસએનએલ પહેલાં જ ખોટના ખાડામાં છે ત્યારે ઉંચા ભાવે ઉપકરણો ખરીદે તો સાવ બેસી જાય તેથી કંપની છેવટે માર્ગદર્શન માટે મોદીના શરણે ગઈ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- આનંદો/ ખુલ્લા મેદાનમાં યોજાતા લગ્ન પ્રંસગમાં બહોળી સંખ્યામાં મહેમાનને કરી શકશો આમંત્રિત, રૂપાણી સરકારની મોટી જાહેરાત
- રોકાણ માટે NSC છે એક સારો વિકલ્પ, સારા રિટર્ન અને ટેક્સની બચતની સાથે મળે છે ઘણા ફાયદાઓ
- બેન્કના લોકરમાં રૂપિયા રાખતા હો તો આ વીડિયો જોઈ લેજો, ખાતેદારે લોકર કર્યુ ઓપન તો તે પણ ચોંકી ઉઠયો!
- બંગાળમાં રાજકીય નૃત્ય: દીદીને વધુ એક ઝટકો, ચૂંટણી પહેલા વન મંત્રીએ આપ્યું રાજીનામુ
- બજેટ 2021 : ઘરોની માંગ વધારવા માટે ટેક્સ છૂટની સમય મર્યાદા વધારે સરકાર, રોકાણકારોને મળે છૂટ