GSTV
Home » News » ગુજરાતના IPSનું પત્તું કપાયું: CBIના વડા તરીકે આ અધિકારી પર મોદીએ મૂક્યો ભરોસો

ગુજરાતના IPSનું પત્તું કપાયું: CBIના વડા તરીકે આ અધિકારી પર મોદીએ મૂક્યો ભરોસો

CBIના નવા વડાની આજે જાહેરાત થવાની હતી જે હવે થઈ ગઈ છે. નવા ડિરેક્ટર તરીકે ઋષિ કુમાર શુક્લાને નિયુક્ત કરાયા છે. ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની બીજી બેઠકમાં પણ પસંદગી અંગે કોઇ જ નિર્ણય લેવાયો ન હતો. અગાઉ ૨૪ જાન્યુઆરીની બેઠક પણ અનિર્ણીત રહી હતી. પરિણામે પસંદગીનો મામલો ઘાંચમાં પડ્યો હતો. સીબીઆઈના વડાની રેસમાં યુપી કેડરના આઈપીએસ અધિકારી જાવીદ અહમદ, બીએસએફના ચીફ રજનીકાંત મિશ્રા, હરિયાણા કેડરના આઈપીએસ દેસવાલ અને 1983ની બેંચના આઈપીએસ અધિકારી શિવાનંદ ઝાનું નામ ચર્ચામાં હતું . 

આલોક વર્માને સીબીઆઈના ડાયરેક્ટર પદેથી હટાવવામાં આવ્યા બાદ સીબીઆઈમાં ડાયરેક્ટરનું પદ ખાલી હતું. તેમના સ્થાને નાગેશ્વર રાવને વચગાળાના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આલોક વર્મા વિરૂદ્ધ સરકાર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

આલોક વર્માને સીબીઆઈના ડાયરેક્ટર પદેથી હટાવવામાં આવ્યા બાદ તેમને નાગરિક સુરક્ષા વિભાગમાં મહત્વનું પદ આપવામાં આવ્યું હતું. જો કે, આલોક વર્માએ આ પદ સ્વિકારવાનો ઇનકાર કરીને સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યુ હતું. જેથી સરકારી આદેશનું પાલન ન કરવા બદલ આલોક વર્મા વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

Related posts

પાર્સલ બ્લાસ્ટ : ઉત્તર પ્રદેશથી પાર્સલ અમદાવાદ પરત આવી ગયું ત્યાં સુધી પોસ્ટ ઓફિસના અધિકારીઓ અજાણ

Nilesh Jethva

130 ફૂટનાં ઉંચા પહાડ પર ઘર બનાવીને એકલો રહે છે આ શખ્સ, કારણ છે એકદમ અનોખું

Path Shah

ચંદ્રયાન-2 બાદ હવે આ છે ISROનો આગળનો મોટો પ્લાન, શરૂ થઈ ગઈ છે તૈયારીઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!