GSTV
Trending ગુજરાત

પાટીલને ઝટકો/ મોદીના 9 કિલોમીટર લાંબા રોડ શોમાં 4 લાખનો ટાર્ગેટ, IBના રિપોર્ટ મુજબ માત્ર 65,000 લોકો હતા હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ જે બાદ એરપોર્ટથી કમલમ સુધી ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો. રોડ શો દરમ્યાન પીએમ મોદી સાથે ખુલી જીપમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જોવા મળ્યા હતા. રોડ શો દરમ્યાન ગુજરાતની સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી.

કોરોના બાદ સૌ પ્રથમ વખત ગુજરાતમાં મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે જેની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોથી થઈ હતી. પ્રધાનમંત્રીના રોડ શોમાં 4 લાખ લોકોને ભેગા કરવાનો ભાજપનો ટાર્ગેટ હતો. પરંતુ આ ટાર્ગેટ ખોટો પડ્યો છે અને IB એ કરેલા સર્વે અને રિપોર્ટ અનુસાર માત્ર 65,000 લોકો જ રોડ શોમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભવ્ય જીતની ઉજવણી કરવાના ભાગરૂપે નરેન્દ્ર મોદીને આવકારવા માટે ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં ચાર લાખ જેટલી મેદનીને આવકારવા માટેનું કહેવામાં આવ્યું હતું. પરંતુ 10 કિલોમીટર સુધીના રોડ શોમાં ભાજપના કાર્યકરો પુરતી સંખ્યામાં આવી નહી શકે તેવી શક્યતાને જોતા પાંચ દિવસ પહેલાંથી જ સ્થાનિક પોલીસ અને કોર્પોરેટર્સને જવાબદારી આપવામાં આવી હતી. જેમાં કેટલાંક પોલીસ સ્ટેશનની હદમાં દારૂ, જુગારના ધંધા કરતા લોકોને પોલીસે બોલાવીને પોતાના ખર્ચે રોડ શોમાં જવા માટે સુચના આપી હતી. જેમાં કેસરી સાફો પહેરવાની તાકીદ કરવામાં આવી હતી. જ્યારે સ્થાનિક કોર્પોરેટર્સ દ્વારા તેમના વિસ્તારની સોસાયટીની ચેરમેનને કહીને સોસાયટી દીઠ ઓછામાં ઓછા 50 લોકો મોકલવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં તમામને બપોરના સમયે જમવાનું આપવાની ખાતરી આપી હતી. આમ છતાં આ ટાર્ગેટ પૂરો થયો નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટોગ્રાફ અને વીડિયોમાં ભલે ભારે જનમેદની દેખાઈ હોય પણ ચાલુ દિવસને કારણે લોકો હાજર રહ્યા ન હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ IB દ્વારા રોડ શોમાં આવેલ લોકોની સંખ્યાનો સર્વે કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ અને સ્ટેટ આઈબી દ્વારા કરેલા સર્વે મુજબ સમગ્ર રોડ શોમાં માત્ર 65,000 લોકો જ હાજર રહ્યા હતા. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી માત્ર 30,000 લોકો જ હતા. આમ ભાજપનો આ ટાર્ગેટ ખોટો ઠર્યો હતો. પાટીલે વસતી ભેગી કરવા માટે ધમપછાડા ભલે કર્યા હોય પણ તેઓ સફળ રહ્યા ન હતા.

READ ALSO

Related posts

Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી

Binas Saiyed

કામની વાત! આધાર કાર્ડને અપડેટ કરાવતા લેવાય છે બહોળો ચાર્જ, આવો અનુભવ તમને પણ થાય તો અહિં નોંધાવો ફરિયાદ

Binas Saiyed

લાલ સૂટમાં સપના ચૌધરીનો શાનદાર ડાન્સ, સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ

Damini Patel
GSTV