GSTV

મહાગઠબંધન ‘મહામિલાવટ’ છે લોકો રહે તેનાથી સાવચેત : પીએમ મોદી

Last Updated on February 9, 2019 by

વડાપ્રધાને આજે પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં રેલીઓ સંબોધી હતી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પશ્ચિમ બંગાળમાં તેમણે મમતા બેનરજી પર આક્ષેપ મુકતા જણાવ્યું હતું કે તેઓ ચીટ ફંડના કૌભાંડીઓને બચાવવાનો પ્રયાસ કરે છે પણ તેમને પણ છોડીશું નહીં.

તૃણમૂલ કોંગ્રેસને હિંસા અને એટ્રોસિટી વારસામાં મળેલા છે અને તેમણે બંગાળની ધરતીને દૂષિત કરી છે. ભાજપ વિરોધી ગઠબંધનના મહત્વના નેતા મમતા બેનરજી પર આક્ષેપ મુકતા તેમણે જણાવ્યું હતું કે મહાગઠબંધન ‘મહામિલાવટ’ છે લોકો તેનાથી સાવચેત રહે.

કૌભાંડીઓને બચાવવા મુખ્યમંત્રી ધરણા પર બેઠા હોય તેવું ઇતિહાસમાં કદી જોયું નથી. તેઓ તપાસમાં બેદરકાર અધિકારીને કેમ બચાવે છે પણ આ ચોકીદાર. તૃણમૂલ કોંગ્રેસ કોમ્યુનિસ્ટ ભાગ-બે હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે ‘મા, માટી અને માનુષ’ના નામે તૃણમૂલ કોમ્યુનિસ્ટ પક્ષના હિંસાના માર્ગ તરફ વળી છે માટે યુવાનોનું ભવિષ્ય બરબાદ કરે છે.

સરકાર કૌભાંડીઓને વિદેશમાંથી પકડીને પાછા લાવે છે. ત્યારે તેઓ તેમને બચાવે છે. પરંતુ હવે બધાં કૌભાંડીઓ મોદીથી ડરી ગયા છે.

બંગાળમાં કોંગ્રેસ તૃણમૂલ સરકાર બિન લોકશાહી હોવાનો આક્ષેપ કરે છે ત્યારે દિલ્હીમાં રોબર્ટ વાડ્રાના સાળા મમતા બેનરજીને સમર્થન કરે છે. ભાજપની રેલીને પશ્ચિમ બંગાળમાં મંજૂરી ન આપવા માટે પણ તેમણે મમતા બેનરજી પર આક્ષેપ કર્યા હતા. અને જણાવ્યું હતું કે સરકાર અહીંય ઘૂસણખોરોનું સ્વાગત કરે છે. જ્યારે ભાજપના નેતાઓને રેલીની મંજૂરી નથી અપાતી.

છત્તીસગઢની રેલીમાં વડાપ્રધાને ભાજપ વિરોધી બની રહેલા ‘મહાગઠબંધન’ને ‘મહામિલાવટ’ કહી તેનાથી સાવધાન રહેવા જણાવ્યું હતું. ગાંધી પરિવારના દરેક સભ્ય કોઈને કોઈ કેસમાં ફસાયેલા છે અને મોટા ભાગના જામીન પર છુટેલા છે.

ભાજપની આગેવાની હેઠળની સરકારના કારણે ગરીબી દૂર થવા લાગી છે. છત્તીસગઢની નવી સરકારે આયુષ્યમાન યોજનાથી અલગ કર્યું. દગો અને છેતરપીંડી કોંગ્રેસની રગ રગમાં ભરી છે. તેમણે ખેડૂતોને દેવા માફીનું વચન આપ્યું પણ પાળ્યું નથી. કોંગ્રેસે દેવા માફી કઈ રીતે થશે તે કેમ જાહેર કર્યું નથી. તેમણે સીબીઆઈને રાજ્યમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે તેમણે કંઈ ખોટું કર્યું ન હોય તો ડરે છે શા માટે ? તેમણે છત્તીસગઢના ખેડૂતો સાથે દગો કર્યો છે.

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!