GSTV
Home » News » G-20 બેઠકમાં અમેરિકાને ઘેરવા ભારતની રણનીતિ, પીએમ મોદી જિનપિંગ અને પુતિન સાથે કરશે મુલાકાત

G-20 બેઠકમાં અમેરિકાને ઘેરવા ભારતની રણનીતિ, પીએમ મોદી જિનપિંગ અને પુતિન સાથે કરશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૨૦ બેઠકમાં અમેરિકાને ઘેરવાની નીતિ બનાવી રહ્યા છે. તેઓ જી-૨૦માં ચીનના વડા શી જિનપિંગ અને રશિયાના વડા પુતિન સાથે મુલાકાત કરશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા વેપાર નીતિના કારણે દુનિયાના અન્ય દેશોને દબાવી રહ્યુ છે. જેમા ભારતનો પણ સમાવેશ થાય છે.

ચીનના એક વરિષ્ઠ પ્રધાનને જણાવ્યુ કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જી-૨૦માં ભારતના વડાપ્રધાન અને રશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અમેરિકાની એક તરફી વેપાર નીતિ અંગે ચર્ચા કરશે. મળતી માહિતી પ્રમાણે આ મુલાકાત દરમ્યાન ભારત અનેક મુદ્દાઓ અંગે ચર્ચા કરી શકે છે.

મહત્વપૂર્ણ છે કે, આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાએ ચીન અને ભારત પર કેટલા ટેરિફ લાગૂ કર્યા છે.  ચીનના વિદેશ પ્રધાન ઝાંગ જુને જણાવ્યુ હતુ કે, ભારત અને રશિયા વચ્ચે વેપાર સંબંધ સારા છે. જેથી ભારત પણ રશિયા અને ચીનને વેપાર નીતિ મુદ્દે સાથ આપશે.

Read Also

Related posts

અમદાવાદમાં મેટ્રોનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ, ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

Path Shah

પીએમ મોદીને પૂછી રહી છે આ અભિનેત્રી, ટિવટર પર કેમ ફોલો નથી કરી રહ્યા

Path Shah

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ પદે બિરાજમાન થવા બે નેતા વચ્ચે સ્પર્ધા, જાણો આ દિગ્ગજ નેતાઓ કોણ છે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!