GSTV
Home » News » નરેન્દ્ર મોદી પોતાની સિદ્ધિઓથી નહીં પણ ડરનાં માહોલથી જીત્યા : અમર્ત્ય સેન

નરેન્દ્ર મોદી પોતાની સિદ્ધિઓથી નહીં પણ ડરનાં માહોલથી જીત્યા : અમર્ત્ય સેન

પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેન ભાજપ સરકારનાં પાછલાં કાર્યકાળથી ખુશ જણાઈ રહ્યા નથી. ધ ટેલીગ્રાફમાં લખેલા પોતાના એક લેખમાં અમર્ત્ય સેને કહ્યું છે કે  પ્રધાનમંત્રી મોદીની આ જીત તેમની સિદ્ધિઓની નથી પરંતુ ડરને કારણે જીત્યા છે, જો કે અમર્ત્ય સેને પ્રધાનમંત્રી  નરેન્દ્ર  મોદીના વ્યક્તિત્વના પણ વખાણ કર્યા છે.

તેઓએ કહ્યું હતું કે તે વાતમાં કોઈ શક નથી કે નરેન્દ્ર મોદી એક કરિશ્માઈ નેતા છે. તેઓ એક સ્પષ્ટ વક્તા છે અને અન્ય લોકોને પોતાની વાતોથી પ્રભાવિત કરવાની ક્ષમતાં રાખે છે. અમર્ત્ય સેન માને છે  કે પુલવામા હુમલો અને એર સ્ટ્રાઇક બાદ પેદા થયેલ રાષ્ટ્રવાદનો પ્રધાનમંત્રી મોદી અને ભાજપનો ફાયદો મળ્યો છે.

તેઓએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ડરનો માહોલ બનાવવામાં આવ્યો હતો જેનો નરેન્દ્ર મોદીએ ખુબ ફાયદો ઉઠાવ્યો. પોતાની વાતના સમર્થનમાં અમર્ત્ય સેને કહ્યું હતું કે ગઈ  લોકસભા ચૂંટણી ભાજપે આપેલ વચનોને સહારે જીતી છે. જેમાં તેઓએ રોજગાર વધારવો, ભ્રષ્ટાચાર હટાવવા જેવી  વાત કરી હતી. જો કે હાલના ચૂંટણી પ્રચારમાં પ્રધાનમંત્રીએ પોતાની સિદ્ધિઓ બાબતે કોઈ વાત નથી કરી.

પ્રધાનમંત્રીએ રોજગાર, આર્થિક વૃદ્ધિ, આરોગ્ય સેવાઓને વ્યવસ્થિત બનાવવા અને ભ્રષ્ટાચાર પર કોઈ વાત નથી કરી. તેની સામે નરેન્દ્ર મોદીએ ભારતીય નાગરિકો સામે ફક્ત ડરનો માહોલ બનાવવાની કોશિશ કરી. કોઈ વખત આતંકવાદનો ડર, કોઈ વખત પાકિસ્તાનનો ડર અને કોઈ વખત ભારતમાં હાજર તત્વોને ડર બતાવ્યો. અમર્ત્ય સેનના જણાવ્યા મુજબ આ ડરનો ફાયદો ભાજપ અને નરેન્દ્ર મોદીને મળ્યો.

READ ALSO

Related posts

નસીરૂદ્દીન જેવા લોકો માનસિક રીતે બીમાર છે, દેશના ભાગલા પડવવા વિવાદિત નિવેદન આપે છે

Bansari

મંદીથી બચવા બેન્કોએ 9 દિવસમાં 81,781 કરોડ રૂપિયાની વહેંચણી કરી, સરકારે કરી આ સુવિધા

Mansi Patel

ચીનને તોડવાનો કર્યો પ્રયત્ન તો હાડકા ભાંગી નાખીશું, જાણો શી જિનપિંગે કોને આપી ચેતવણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!