GSTV
Home » News » 30મીએ મોદી લેશે વડાપ્રધાન પદના શપથ : 20 ટકા મંત્રીઓના વેતરાઈ જશે કદ, આ છે રણનીતિ

30મીએ મોદી લેશે વડાપ્રધાન પદના શપથ : 20 ટકા મંત્રીઓના વેતરાઈ જશે કદ, આ છે રણનીતિ

લોકસભાની ચૂંટણીમાં 303 બેઠક જીતીને ભાજપે એકલા હાથે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. નરેન્દ્ર મોદી 30 મેએ વડાપ્રધાનના શપથ લેશે. એ જ દિવસે તેમના કેબિનેટના મંત્રીઓ પણ શપથ લેશે. હવે સવાલ એ છે કે, બીજેપી સહિત એનડીઓની બીજી કઈ પાર્ટીના નેતાઓને મોદીના મંત્રીમંડળમાં સ્થાન મળશે. બીજેપીએ ચૂંટણી પહેલાં 21 પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું હતું. 2014ની ચૂંટણીમાં 29 પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું હતું.

નવી સરકારની રચાનાની પ્રક્રિયા ઝડપી બની રહી છે.ગુરૂવારે પીએમ મોદીના શપથ સમારોહ પહેલા કેન્દ્રીય કેબિનેટના માળખા અંગે ચર્ચા કરવા આવી છે.. નવી દિલ્હીમાં 7 લોક કલ્યાણ માર્ગ ખાતે પીએમ હાઉસે એક મહત્વની બેઠક યોજાઇ. જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ થયા..

આ બેઠકમાં કેન્દ્રીય કેબિનેટમાં કોનો કોનો સમાવેશ કરવો તે અંગે ચર્ચા કરવામાં આવી. સૂત્રો મુજબ કેન્દ્રીય કેબિનેટમાંથી 20 ટકા વર્તમાન પ્રધાનોની બાદબાકી થઇ શકે છે.. આ ઉપરાંત કેટલાક નવા ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે.. 30 મેના રોજ નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય પ્રધાનો પણ ગુપ્તતાના સોગંદ લેશે.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!