પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કૉરિડોર (WDFC)ના રેવાડી-મદાર ખંડને દેશનો સમર્પિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ એવી માલગાડીને લીલી ઝંડી આપી છે, જેની લંબાઇ 1.5 કિમી છે અને ડબલ કંટેનર લઇ જવાની વ્યવસ્થા છે.પીએમ નરેન્દ્ર મોદીએ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે પાછલા કેટલાંક દિવસોમાં જ એવા અનેક કામ થયા છે, જે આધુનિક ભારતમાં વિકાસને રફતાર આપી રહ્યાં છે. નવા વર્ષની શરૂઆત સાથે જ આત્મનિર્ભર ભારત બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યાં છીએ. આજે દરેક ભારતીયનું આહ્વાન છે, થોભીશુ નહી, થાકીશું નહી. આ નવા કૉરિડોરને ભારત માટે ગેમ ચેન્જર રૂપે જોવામાં આવી રહ્યો છે.
Inaugurating Rewari-Madar Section of the Western Dedicated Freight Corridor. #PragatiKaRailCorridor https://t.co/5rxqVvASlR
— Narendra Modi (@narendramodi) January 7, 2021
દેશના ઝડપી વિકાસનો કૉરિડોર
પીએમ મોદીએ કહ્યું કે હવે દેશમાં માલગાડીઓની સ્પીડ વધારવામાં આવી રહી છે, જે રફતાર પહેલા 25 KMPH હતી તે હવે 90 KMPH સુધી પહોંચાડવામાં આવી રહી છે. પીએમે કહ્યું કે આ કૉરિડોર ફક્ત આધુનિક માલગાડીઓ માટે રૂટ નથી, પરંતુ દેશના ઝડપી વિકાસનો કૉરિડોર પણ છે. આ કૉરિડોરથી હરિયાણા, રાજસ્થાનના અનેક જિલ્લાઓના સ્થાનિક ઉદ્યોગોને લાભ મળશે.
The eastern and the western dedicated freight corridors are being seen as a game-changer for India. It will help in the development of new growth centres in different parts of the country: PM Narendra Modi pic.twitter.com/AxDsSKgTwg
— ANI (@ANI) January 7, 2021
પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેમાં વીજળી-પાણી-ઇન્ટરનેટ-રસ્તા-ઘર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સાથે જ અર્થવ્યવસ્થાને પણ રફતાર આપવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે અનેક કામ કરવામાં આવી રહ્યાં છે. દેશમાં આજે ફ્રેટ કૉરિડોર ઉપરાંત ઇકોનોમિક કૉરિડોર, ડિફેન્સ કૉરિડોર જેવી વ્યવસ્થા પણ બની રહી છે.
Read Also
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?