GSTV
Home » News » તો આ રીતે વારાણસી બન્યું મોદીમય, ‘હર હર મહાદેવના’ નાદથી ગુંજી ઉઠ્યું કાશી

તો આ રીતે વારાણસી બન્યું મોદીમય, ‘હર હર મહાદેવના’ નાદથી ગુંજી ઉઠ્યું કાશી

લોકસભા ચૂંટણીના પ્રચંડ પરિણામ બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના સંસદિય વિસ્તાર વારાણસીની મુલાકાતે છે. નરેન્દ્ર મોદી વારાણસીથી ફરી એક વખત પ્રચંડ બહુમતી સાથે સાંસદ બન્યા છે. ત્યારે આજે પોતાના સાંસદને આવકારવા માટે વારાણસીવાસીઓમાં અનેરો ઉત્સાહ છે. તેઓ વારાણસીમાં કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરશે. પીએમ મોદી વારાણસીમાં જનતા અને કાર્યકર્તાઓ સાથે પણ સંવાદ કરશે. આ ઉપરાંત તેઓ કાશીવિશ્વનાથ કોરિડોર અંગે અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે.

વારાણસીમાં મોદીનો અભૂતપૂર્વ વિજય

પીએમ મોદી વારાણસી બેઠક પરથી ચાર લાખ 79 હજાર 505 મતના અંતરથી જીત્યા હતા. આ પહેલા તેઓ 2014માં 3 લાખ 71 હજાર 784 મતથી જીત્યા હતા. વારાણસી બેઠક પર ભાજપ સતત છ વખત લોકસભા જીતતુ આવ્યુ છે. પીએમ મોદી પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષી વારાણસી બેઠક પરથી ચૂંટાતા આવ્યા હતા. પરંતુ 2014માં નરેન્દ્ર મોદીને વારાણસી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી અને તેઓ 2019માં ફરીવાર વારાણસી બેઠક પરથી ચૂંટાયા છે.

કાશીની જનતાએ લગાવ્યા હર હર મહાદેવના નારા

અવિનાશી નગરની મુલાકાતે આવેલા પીએમ મોદીએ વારાણસીમાં રોડ શો કર્યો. જે દરમ્યાન કાશીની જનતાએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરી. હર હર મહાદેવના નારા લગાવ્યા. પીએમ મોદીના સ્વાગત માટે વારાણસીની જનતાએ ઠેર-ઠેર રંગોળી પણ પુરી હતી. રોડ શો દરમ્યાન પીએમ મોદી પર ફૂલની વર્ષા કરવામાં આવી અને મોદી-મોદીના નારા લગાવવામાં આવ્યા. પીએમ મોદી વારાણસી બેઠક પરથી ફરીવાર ચૂંટાયા છે. અને તેઓ બીજીવાર જીત હાંસલ કર્યા બાદ પ્રથમ વખત વારાણસીની મુલાકાતે આવ્યા. ત્યારે પીએમ મોદીની એક ઝલક માટે વારાણસીની જનતા ઉમટી પડી હતી. પીએમ મોદીના રોડ શો દરમ્યાન કાશીમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી.

કાશી વિશ્વનાથ મંદિરના કર્યા દર્શન

લોકસભાની ચૂંટણીમાં મળેલી જીત બાદ પ્રથમ વખત વારાણસીની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વાનાથ મંદિરમાં દર્શન કર્યા. જ્યા તેમણે મંત્રોચ્ચાર સાથે કાશી વિશ્વનાથના પૂજા અર્ચન કર્યા. પીએમ મોદીએ પૂજા દરમ્યાન કાશી વિશ્વનાથનો મહાભિષેક પણ કર્યો. તેમણે ગાયના દૂધ અને ઘીથી ભગવાન ભોળાનાથને પંચામૃતથી તરબોળ કર્યા. મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવી. આ વિધિ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. પીએમ મોદીના અભિષેક દરમ્યાન બ્રાહ્મણો દ્વારા વૈદિક સૂત્રો સાથે મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. પીએમ મોદીએ પૂજા દરમ્યાન શિવલિંગને ત્રીપુંડ તિલક કરી ભોગ અર્પણ કર્યો હતો. જે બાદ પીએમ મોદીએ મંદિરમાં બ્રાહ્મણોનું અભિવાદન કર્યુ હતુ. ત્યારે પીએમ મોદી સાથે પૂજા-અર્ચન દરમ્યાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

પરિણામ પહેલા પહોંચ્યા હતા કેદારનાથ

પીએમ મોદીએ લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા યાત્રાધામ કેદનાથ પહોંચ્યા હતા. જ્યાં તેમણે બાબા કેદારનાથના દર્શન કરી ભગવાન ભોલાનાથની સાધના કરી હતી. પીએમ મોદીએ કેદારનાથની રૂદ્ધ ધ્યાન ગુફામાં ધ્યાન કર્યુ હતુ. જે બાદ પીએમ મોદીએ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તેઓ રવિવારે પોતાની માતૃભૂમિના મુલાકાતે આવ્યા અને ગાંધીનગરમાં તેમણે પોતાના માતા હીરાબાના આશિર્વાદ લીધા હતા. શપથ પહેલા પીએમ મોદીએ પોતાના મત વિસ્તાર અને અવિનાશી નગરી કાશીની પણ મુલાકાત લીધી. જ્યા તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન ભોળાનાથના દર્શન કરી મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચન કર્યા હતા. પીએમ મોદી બીજી વખત કાશી બેઠક પરથી ચૂંટાયા બાદ પ્રથમ વખત કાશીની મુલાકાતે આવ્યા.

READ ALSO

Related posts

લિયોનેલ મેસ્સીને મળ્યો સતત ત્રીજી વખત ગોલ્ડન શૂ એવોર્ડ

pratik shah

અમદાવાદમાં ચોરી-લૂંટની ઘટના અટકાવવા માટે પોલીસ થઈ સક્રિય

Mansi Patel

સોશિયલ મીડિયા પ્લેટફોર્મે જાહેર કરી પોતાની ડિજિટલ કરન્સી, સમગ્ર દુનિયામાં આ ચલણનો થશે વપરાશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!