GSTV

VIDEO: મોદીની રેલીમાં લોકોને નીચેથી ભાવ ન મળ્યો તો ઝાડ પર ચઢી ગયાં, PMએ કહ્યું કે ભાઈ એવું ન કરો

લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન મોદીનો જાહેરમાં ક્રેજ જોવા મળી રહ્યો છે. મોદીની ચૂંટણી રેલીમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. મોદી-મોદીના સૂત્રો ઘણી વાર રેલીમાં સાંભળવામાં મળે છે. વડા પ્રધાન મોદીએ શનિવારે મંગલુરુ કર્ણાટકમાં એક રેલી યોજી હતી. પીએમ મોદીની રેલીમાં હજારો લોકો ભેગા થયા હતાં. જ્યારે કેટલાક લોકોને જમીન પરથી વડાપ્રધાનને જોવાની મજા ન આવી તો તેઓ વૃક્ષ પર ચઢી ગયા હતાં.

લોકો મોટી સંખ્યામાં વૃક્ષો પર ચઢી જવાનાં કારણે વડા પ્રધાન મોદી શાંત ન રહી શક્યા. પીએમ મોદીએ લોકોને પોતાની જાત સંભાળીને રાખવાનું કહ્યું અને અપીલ કરી કે ફરી વખત હું તમને મળીને જ જઈશ. પરંતુ અત્યારે તમે નીચે આવી જાઓ.

રેલીમાં જનતાને સંબોધતાં વડા પ્રધાને કહ્યું કે મોદી માત્ર પથ્થર પર જ લકીર ખેંચે એટલું નથી પરંતુ માખણ પર પણ લકીર ખેચું છું. તેમણે કહ્યું કે વડા પ્રધાન કે મંત્રી કે સાંસદ બનવા માટે આ ચૂંટણી નથી પણ આ તો નવું ભારત કેવું હશે એ નક્કી કરવા માટેની ચૂંટણી છે.

વિપક્ષી પક્ષો પર આરોપો લગાવતાં તેમણે કહ્યું કે કૉંગ્રેસ, જેડીએસ અને અન્યો ઘણા પક્ષોનું કૌટુંબિકવાદ છે અને અમારો રાષ્ટ્રવાદ છે. તેઓ તેમના પરિવારના છેલ્લા સભ્યને શક્તિનો લાભ આપે છે, જ્યારે અમે સમાજના છેલ્લા વ્યક્તિને લાવવા માટે સખત મહેનત કરીએ છીએ.

READ ALSO

Related posts

દેશમાં કોરોના સંક્રમણ 55 લાખ અને એક્ટિવ કેસ 10 લાખને પાર, 88 હજારથી વધુ લોકો હારી ગયા જિંદગી

Karan

ઘોર કળિયુગ: હત્યારી માતાએ ફૂલ જેવી નાની બાળકીને પ્રેમી માટે થઈને મારી નાખી, હું શિવમને ખોવા નથી માગતી

Pravin Makwana

એક ડોલર બરાબર 2.72 લાખ રિયાલ, અમેરિકાનો વિરોધ આ દેશને ભારે પડી ગયો

Karan
Do NOT follow this link or you will be banned from the site!