GSTV
Home » News » લોકસભાની ચૂંટણીમાં મોદીની સુનામી, વિપક્ષો થઇ ગયાં તબાહ

લોકસભાની ચૂંટણીમાં મોદીની સુનામી, વિપક્ષો થઇ ગયાં તબાહ

લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીની સુનામી ફરી વળી છે. તમામ 542 બેઠકોમાંથી ભાજપને એકલા હાથે સ્પષ્ટ 285 બેઠકો સાથે અને NDAને મળીને 344 બેઠકો પર જીત મેળવવા પર આગળ વધી રહ્યાં છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પર મોદીનું વાવાઝોડું ફરી વળ્યું છે. તાજેતરમાં કોંગ્રેસે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. આમ છતાં આ ત્રણેય રાજ્યોમાં પણ કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે.


ઉપરાંત પશ્ચિમ બંગાળમા પણ ભાજપે મમતાને માર આપી છે. મતગણતરીના શરૂઆતના ત્રણ કલાકો બાદ ભાજપ અને NDAની જીત નિશ્ચિત દેખાય રહી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગળ છે જ્યારે કોંગ્રેસ માટે આંચકો લાગે તેવી તે બાબત તે છે કે તેમની રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને UPAના ચેરપર્સન સોનિયા ગાંધી પણ પોતાની બેઠક જીતી શકે તેમ નથી. એટલે કે તેઓ ટ્રેન્ડમા  પાછળ ચાલી રહ્યાં છે.


ભાજપ દ્વારા જીતની તૈયારી શરૂ કરી દેવાય છે. ભાજપના ચૂંટાનારા સાંસદો વિજય સર્ઘસ કાઢી રહ્યાં છે. દિલ્હી ખાતે આવેલા ભાજપના કાર્યાલય ખાતે આજે સાંજે ચૂંટણીમાં મળેલા વિજયની ભવ્ય ઉજવણી કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રદેશ કાર્યાલય ખાતે હાજર રહેશે. આ જ રીતે ગુજરાત અને અન્ય રાજ્યોમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલયો ખાતે જશ્ન મનાવાશે. દારુખાનું ફોડી ભાજપના કાર્યકરો અને આગેવાનો એક બીજાને મિઠાઇ ખવડાવશે.

Read Also

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

જાપાનનો આ અબજોપતિ ચંદ્ર પર સાથે લઈ જવા ગર્લફ્રેન્ડની કરી રહ્યો છે શોધ, તેના માટે કાયદેસર વેકેન્સી કાઢી

Mansi Patel

શિરડી બંધનાં વિવાદને લઈને CM ઉદ્ધવ ઠાકરેની મીટિંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!