GSTV

મોદી અમેરિકાની ટોપ કંપનીઓના CEOsની સાથે કરી મુલાકાત, વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ સેક્ટર મુદ્દે પણ ચર્ચા

Last Updated on September 23, 2021 by pratik shah

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રા પર છે. આ દરમિયાન મોદી અમેરિકાની ટોપ કંપનીઓના CEOsને મળ્યા હતા. જેમાં વડાપ્રધાન મોદીએ એડોબના સીઈઓ શાંતનુ નારાયણ સાથે પણ મુલાકાત કરી હતી.

સોફ્ટવેર ટેકનોલોજીના ઉપયોગ થકી યુવાઓને સ્માર્ટ એજ્યુકેશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એડોબના સીઈઓ શાંતનુ નારાયણ વચ્ચે સોફ્ટવેર ટેકનોલોજીના ઉપયોગ થકી યુવાઓને સ્માર્ટ એજ્યુકેશન આપવા અને રિસર્ચ ક્ષેત્રે કામ કરવા મુદ્દે ચર્ચા થઈ હતી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એડોબના સીઈઓ વચ્ચે ભારતીય યુવાઓ દ્વારા તૈયાર કરવામા આવેલ વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ સેક્ટર મુદ્દે પણ ચર્ચા થઈ હતી.

બહુરાષ્ટ્રીય કોમ્પ્યુટર સોફ્ટવેર કંપની

એડોબ અમેરિકાની બહુરાષ્ટ્રીય કોમ્પ્યુટર સોફ્ટવેર કંપની છે. આ કંપની ખાસ કરીને મલ્ટીમીડિયા અને રચનાત્મક સોફ્ટવેર ઉત્પાદકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારતમાં સોફ્ટવેરક્ષેત્રે વિકાસ લાવવાના હેતુથી વડાપ્રધાન મોદી ખાસ અડોબના સીઈઓ શાંતનું નારાયણ સાથે મુલાકાત કરી હતી.

READ ALSO

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!