GSTV

પીએમઓને મોદી ‘મિની ઈન્ડિયા’ બનાવશે : 20 આઈપીએસની થઈ નિમણુંક, આ છે કારણો

મોદીએ પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)માં વધુ ત્રણ યુવા આઈએએસ અધિકારીની નિમણૂક કરી છે. આ ત્રણેય અધિકારી ૪૦ વર્ષથી ઓછી વયના છે. આ અધિકારીઓ પૈકી ઉત્તરાખંડ કેડરના મંગેશ ઘિલ્ડિયાલને અંડર સેક્રેટરી, મધ્ય પ્રદેશ કેડરના રઘુરામ રાજેન્દ્રને ડિરેક્ટર અને આંધ્ર પ્રદેશનાં આમ્રપાલી કાટાને ડેપ્યુટી સેક્રેટરી બનાવાયાં છે. આ પૈકી આમ્રપાલી કાટા સૌથી યુવા છે. ૨૦૧૦ની બેચનાં આઈએએસ અધિકારી આમ્રપાલી પહેલાં કેબિનેટ સેક્રેટરીએટમા હતાં.

PMOમાંથી જૂના અધિકારીઓને બદલીને યુવા અધિકારીઓની ભરતી

સૂત્રોના મતે, બીજી વાર લોકસભાની ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા પછી પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)માંથી જૂના અધિકારીઓને તબક્કાવાર રીતે બદલીને યુવા અધિકારીઓની ભરતી કરી રહ્યા છે. મોદી એ વાતનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે કે, આ અધિકારીઓ અલગ અલગ રાજ્યોમાંથી આવેલા હોય કે જેથી કોઈ પણ રાજ્યને લગતો મુદ્દો ઉપસ્થિત થાય ત્યારે એ રાજ્યના આધિકારી હાજર જ હોય. છેલ્લા છ મહિનામાં આ બાબતને ધ્યાનમા રાખીને મોદીએ ૨૦ કરતાં વધારે યુવા આઈએએસ અધિકારીઓને પીએમઓમાં નિમણૂક આપી છે. મોદી ધીરે ધીરે પીએમઓને મિની ઈન્ડિયા બનાવી દીધું છે.

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!