GSTV
Home » News » 23મીએ નહેરૂ અને ઇન્દિરાના રેકોર્ડને તોડશે મોદી, 48 વર્ષે નવો ઇતિહાસ રચાશે

23મીએ નહેરૂ અને ઇન્દિરાના રેકોર્ડને તોડશે મોદી, 48 વર્ષે નવો ઇતિહાસ રચાશે

મોટાભાગના એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ ભાજપ સતત બીજી વખત બહુમતિ મેળવી કેન્દ્રમાં સરકાર રચે તેવી શક્યતા દર્શાવાઇ છે. જો એક્ઝિટ પોલના તારણો મુજબ જ મોદી ફરી બહુમતિ મેળવશે તો તે અનોખો રેકોર્ડ બનાવશે. 48 વર્ષ બાદ એવો મોકો બનશે કે જ્યારે કોઇ નેતાના નેતૃત્વમાં સતત એક જ પાર્ટીએ બહુમતિથી સરકાર બનાવી હોય. અત્યાર સુધીમાં ફક્ત પંડિત નેહરૂ અને ઇન્દિરા ગાંધી જ બીજી વખત બહુમતિ મેળવવામાં સફળ રહ્યા છે. આથી જો ભાજપ બહુમતિ મેળવશે તો મોદી નેહરૂ અને ઇન્દિરા ગાંધીની હરોળમાં આવી જશે.

નહેરૂ-ઇન્દિરાની હરોળમાં મોદી

લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી ભાજપને બહુમતિ મળવાનું તારણ મોટાભાગના એક્ઝિટ પોલે રજૂ કર્યું છે. ત્યારે જો એક્ઝિટ પોલ સાચા ઠર્યા તો મોદી 48 વર્ષ બાદ ફરી એક નવો ઇતિહાસ રચી શકે છે. જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધી બાદ મોદી ત્રીજા એવા નેતા બનશે કે જેમણે સતત બીજી વખત સ્પષ્ટ બહુમતિ મેળવી હોય. નેહરુ સતત 3 વખત અને ઇન્દિરા ગાંધી સતત 2 વખત સ્પષ્ટ બહુમતિ મેળવી ચૂક્યા છે.

પંડિત નહેરૂએ ત્રણ વખત હેટ્રીક નોંધાવી

આઝાદ ભારતમાં વર્ષ 1952માં પંડિત જવાહરલાલ નહેરૂનાં નેતૃત્વમાં સૌપ્રથમ ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસે 44.99 ટકા મત મેળવી 364 બેઠકો જીતી હતી. ત્યાર બાદ 1957ની બીજી લોકસભા ચૂંટણીમાં ફરી નહેરૂનાં કરિશ્માઇ નેતૃત્વમાં કોંગ્રેસે સતત બીજી વખત જીત મેળવી. કોંગ્રેસે 47.78 ટકા મત મેળવી 371 બેઠકો જીતી હતી. ત્યાર બાદ 1962માં ત્રીજી લોકસભા ચૂંટણીમાં નેહરૂએ બહુમતિ મેળવવાની હેટ્રિક સર્જી. આ વખતે કોંગ્રેસે 44.72 ટકા મત મેળવી 361 બેઠકો પર જીત મેળવી.

કફોડી સ્થિતી વચ્ચે પણ ઇન્દિરા ગાંધી વિજ્યી બન્યા

વર્ષ 1967ની ચોથી લોકસભા ચૂંટણી કોંગ્રેસે ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં લડી. અને કોંગ્રેસ પાર્ટીની અંદર મચેલા ઘમાસાણ વચ્ચે પણ 284 બેઠકો જીતવામાં ઇન્દિરા ગાંધી સફળ રહ્યા. ત્યાર બાદ 1971માં યોજાયેલી પાંચમી લોકસભા ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીએ ફરી પોતાના નેતૃત્વ હેઠળ કોંગ્રેસને 43 ટકા મત સાથે 352 બેઠકો પર જીત અપાવવામાં સફળતા મળી. 1977માં યોજાયેલી છઠ્ઠી લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત બિનકોંગ્રેસી સરકાર રચાતા ઇતિહાસ સર્જાયો. કટોકટી અને જનઆંદોલનોએ ઇન્દિરા સરકારને ઘરભેગી કરી દીધી. ચૂંટણીમાં જનતા પાર્ટી ગઠબંધનને 298 બેઠક જ્યારે કે કોંગ્રેસને 153 બેઠકો જ મળી.

70 વર્ષ પછી સંયોગ રચાશે

2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 282 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતિ મેળવી.જ્યારે કે કોંગ્રેસે ફક્ત 44 બેઠકોથી સંતોષ માનવો પડ્યો. હવે 2019માં પણ જો એક્ઝિટ પોલના તારણો મુજબ ભાજપને બહુમતિ મળશે તો 1971 બાદ સતત બીજી વખથ બહુમતિ મેળવવાનો અનોખો સંયોગ રચાશે.

READ ALSO

Related posts

130 ફૂટનાં ઉંચા પહાડ પર ઘર બનાવીને એકલો રહે છે આ શખ્સ, કારણ છે એકદમ અનોખું

Path Shah

ચંદ્રયાન-2 બાદ હવે આ છે ISROનો આગળનો મોટો પ્લાન, શરૂ થઈ ગઈ છે તૈયારીઓ

Mansi Patel

કોંગ્રેસ-JDSનો પ્લાન B તૈયાર, ભાજપના મિશનને આવી રીતે આપશે માત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!