GSTV

મોદી સરકારને ઝટકો : NDAનો સાથી પક્ષ ખેડૂતોના પડખે આવ્યો, દેશના 250 ખેડૂત સંગઠનો આ કાયદાઓ મામલે સરકાર સામે પડ્યા

ખેડૂતો

ભાજપના જૂના રાજકીય પક્ષોના સાથીઓ હવે મોદી સામે ઊભા થઈ રહ્યાં છે. ખેડૂતો સાથે સંબંધિત ત્રણ વટહુકમો અંગે મોદી સરકાર સામે વાંધો ઉઠાવી રહ્યાં છે. પંજાબમાં ભાજપના જુના સહયોગી શિરોમણિ અકાલી દળ વટહુકમથી ખુશ નથી. અકાલી દળ આજે સંસદમાં ખેડૂતોનો અવાજ ઉઠાવવાના મૂડમાં છે. ત્યારે અકાલી દળ ખેડૂત બિલ નિરૃદ્ધમાં મત આપશે. મોદી સરકારે કૃષિ સેવાઓ પર ખેડૂત પેદાશ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સગવડતા) વટહુકમ, આવશ્યક ચીજવસ્તુઓ (સુધારણા) વટહુકમ, ભાવ ખાતરી અને ખેડુતો (સશક્તિકરણ અને સુરક્ષા) કરાર વટહુકમ, 2020 પસાર કર્યા છે. ત્રણેય વટહુકમો આવ્યા બાદથી ખેડુતો તેનો વિરોધ કરી રહ્યા છે.

હવે તેમને બીલ તરીકે સંસદમાં રજૂ કરવામાં આવ્યા છે. સરકાર ટૂંક સમયમાં આ બિલ પસાર કરવાની તૈયારી કરી રહી છે. ખેડુતો સતત વિરોધ કરી રહ્યા છે. પંજાબના જુદા જુદા વિસ્તારોમાં ખેડુતો રસ્તાઓ પર ઉતર્યા છે. રસ્તો જામ કરી પોતાનો રોષ વ્યક્ત કરે છે. સોમવારે ચોમાસા સત્રના પહેલા દિવસે ઘણા રાજ્યોમાં ખેડૂતો રસ્તાઓ પર ઉતર્યા હતા.

ખેડૂતો

પંજાબથી તેલંગાણા સુધીના ખેડૂતોએ કૃષિ અધ્યાય સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અખિલ ભારતીય કિસાન મઝદુર સભાના ઉપપ્રમુખ વિજયી ચંપત રાવે હૈદરાબાદમાં આયોજિત વિરોધ પ્રદર્શનમાં જણાવ્યું હતું કે આ વટહુકમોથી ખેડુતોનો વિનાશ થશે. તેથી જ દેશભરમાંથી 250 જેટલા ખેડૂત સંગઠનો એકઠા થયા છે અને સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. હરિયાણાના સિરસામાં ખેડૂત સંગઠનોની બેઠકમાં માંગણીઓ નહીં સંતોષાય તો 20 સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી ચક્કાજામનું આયોજન કરવામાં આવશે.

Related posts

નહીં ડ્રગ્સની રિકવરી, નહીં મેડિકલ ટેસ્ટ, તો પણ NCBના ગાળીયામાં ફસાઈ રહ્યાં છે બોલિવૂડ સ્ટાર્સ

Mansi Patel

બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, હરાજીમાં ટોળે ટોળા એકઠા થયા

Pravin Makwana

અમદાવાદને હરિયાળુ બનાવવાનો કોર્પોરેશનનો દાવો, મિશન મીલીયન ટ્રી પ્રોજેક્ટ કર્યો લોન્ચ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!