GSTV
Gujarat Government Advertisement

જ્યારે સ્વરા ભાસ્કરની સાથે સેલ્ફી લઈને ફેન બોલ્યો, ‘આવશે તો મોદી જ…’

Swara Bhaskar

Last Updated on May 9, 2019 by Alap Ramani

બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. સ્વરા ભાસ્કર થોડા દિવસો પહેલા બિહારના બેગુસરાયમાં કન્હૈયા કુમાર અને પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પ્રચાર માટે જોવા મળી હતી. પરંતુ સ્વરાને એરપોર્ટ પર એક એવો ફેન મળ્યો જેને જોઈને સ્વરા પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ.   

હકીકતે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એરપોર્ટ પર સ્વરા ભાસ્કર સાથે એક ફેન મળવા આવ્યો. તેણે સ્વરાને સેલ્ફી લેવાની રિક્વેસ્ટ કરી. કેમેરો ખોલતાની સાથે જ તેણે સ્વરા સાથે વીડિયો લઈ લીધો જેમાં તે બોલી ગયો કે, ‘મેડમ આયેગા તો મોદી હી…’

આ વીડિયોને સ્વરા ભાસ્કરે પોતે પણ શેર કર્યો છે. સ્વરાએ શેર કરતા લખ્યું કે, હું લોકોની રાજનૈતિક વિચારધારાના આધારે ભેદભાવ નથી કરતી. પરંતુ તેણે ચોરીથી વીડિયો શૂટ કરી લીધો. સ્વરા ભાસ્કરે લખ્યું કે ઘટિયા અને ચાલાકાપૂર્ણ હરકત ભક્તોનો ટ્રેડમાર્ક છે. માટે હેરાન છું. પરંતુ ભક્તોનું જીવન સાર્થક કરવામાં મને ખુશી મળે છે.    

તમને જણાવી દઈએ કે કન્હૈયા કુમાર બાદ સ્વરા દક્ષિણ દિલ્હીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાધવ ચડ્ડા માટે પ્રચાર કરશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!