GSTV
India News ટોપ સ્ટોરી

આ તે કેવો પંજો છે કે જે દેશનાં ખજાનાંને ખાલી કરી રહ્યો છે, મોદીજી કૉંગ્રેસ પર તૂટી પડ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના સાંબામાં એઈમ્સનો શિલાન્યાસ કર્યો. કાર્યક્રમમાં પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, એઈમ્સના શિલાન્યાસથી જમ્મુ કાશ્મીરમાં સુવિધાનો વધારો થવાનો છે. પહેલાની સરકારે કેટલીક જરૂરિયાતોની અવગણના કરી જમ્મુ કાશ્મીરના લોકો સાથે અન્યાય કર્યો હતો. કોંગ્રેસ સરકારે પહેલ કરી હોત તો આજે કરતાપુર ભારતમાં હોત.

ભાજપ સરકાર જમ્મુ કાશ્મીરના યુવકોને સમાન અવસર આપવા હમેશા કટીબદ્ધ રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે, નાણા પ્રધાન જ્યારે બજેટ રજૂ કરી રહ્યા હતા ત્યારે વિપક્ષી પાર્ટીઓના ચહેરો જોવા લાયક હતો.

આ ઉપરાંત કેન્દ્રની ભાજપ સરકારે વન રેંક વન પેન્શન માટે 35 હજાર કરોડની ફાળવણી કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે, કેન્દ્ર સરકારે હમેશા કાશ્મીરી પંડિતોના અધિકારોનું સન્માન કર્યુ. તેમની પીડા દેશની જનતા ક્યારેય ભૂલી શકે તમે નથી. કાશ્મીરી પંડિતો સાથે અન્યાય કરનારને દેશની જનતા માફ નહી કરે.

જ્યારે કેન્દ્ર સરકારે જનધન એકાઉન્ટ ખાતા ખોલાવ્યા ત્યારે અમારી મજાક ઉડાવવામાં આવતી હતી. આજે આ ખાતાનો ઉપયોગ ખેડૂતો માટે થવાનો છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા જમા કરાવશે. યુપીએ સરકારે 6 લાખ કરોડનું દેવું માફ કરવાનો વાયદો કર્યો હતો, જેમાથી 52 હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કરવામાં આવ્યુ.

આ કેવા પ્રકારનો પંજો હતો. જે હમેશા દેશના ખજાનાને ખાલી કરતો ગયો. એમપીમાં ખેડૂતોનું દેવું માફ કરવાના નામે ખેડૂતો સાથે કોંગ્રેસે દગો કર્યો. જે ખેડૂતો પર દેવું છે તેમનું માત્ર 13 રૂપિયાનું દેવું માફ કરવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

LIVE! ગુજરાત ચૂંટણી/ દાળીયા ગામે બોગસ મતદાન થયુ હોવાનો રીબડા જૂથનો આક્ષેપ, ગોંડલમાં લોખંડી બંદોબસ્ત

pratikshah

‘ભાભી તરીકે, તે…’: ભાજપમાંથી ચૂંટણી લડતી રિવાબા પર રવિન્દ્ર જાડેજાની કોંગ્રેસી બહેનનું નિવેદન

pratikshah

Gujarat Election : VIP રેલીઓમાં ડ્રોન વિરોધી બંદૂકો તૈનાત કરવામાં આવશે, પીએમની રેલીમાં આવી ઘટના બની

Nakulsinh Gohil
GSTV