GSTV
Home » News » મોદી, શાહની જોડી આજે ગુજરાતમાં,વડાપ્રધાન પદના શપથ પહેલા અમદાવાદમાં કરશે સંબોધન

મોદી, શાહની જોડી આજે ગુજરાતમાં,વડાપ્રધાન પદના શપથ પહેલા અમદાવાદમાં કરશે સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચૂંટણી જીત્યા બાદ પહેલી વાર માદરે વતન ગુજરાતની મુલાકાતે આવશે. અહિં તેઓ તેમની માતા હિરાબાના આશીર્વાદ લેશે. 30 તારીખે શપથ ગ્રહણ વિધી અગાઉ મોદી ગુજરાતમાં માતા તથા પોતાના પાર્ટી કાર્યકરોને મળશે. આ તે પહેલા મોદી ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાઈડુને મળ્યા હતા. પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્રારા ભવ્ય સ્વાગત કરશે.

PM Modi coalition

જે બાદ નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ભાજપના નેતાઓ અને કાર્યકરો એરપોર્ટ ઉપર નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરશે. મોદી અને અમિત શાહ અહીં કાર્યકરોને સંબોધશે અને પ્રજાજનોનું અભિવાદન કરશે. પરિણામો બાદ મોદીની આ પ્રથમ જાહેર સભા યોજાઇ રહી છે.

ખાનપુરનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોદી ગાંધીનગર માતા હીરાબાની મુલાકાતે જશે. રવિવારે તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. સોમવારે સવારે તેઓ કાશી જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, વારાણસીથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી જ્યાં તેમણે બહોળા મતે વિજય પ્રાપ્ત કર્યો છે જેથી ત્યાંની જનતાનો આભાર માનવા માટે તેઓ વારાણસી જશે.

નરેન્દ્ર મોદીનો અમદાવાદ ખાતેના ક્રાર્યક્રમની રૂપરેખા

સાંજે 5.00 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન
5.05 મિનિટે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ
5.30 કલાકે ખાનપુર ભાજપ કાર્યાલય જાહેરસભાને સંબોધન
7.30 કલાકે ગાંધીનગર માતા હીરાબાના નિવાસસ્થાને મુલાકાત
8.00 કલાકે રાજભવન
સોમવારે સવારે 8.00 કલાકે રાજભવનથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના

READ ALSO

Related posts

પાકિસ્તાનની સંસદમાં બેન થયો ‘સિલેક્ટેડ પ્રાઈમ મિનિસ્ટર’

Kaushik Bavishi

રાહુલ ગાંધી અધ્યક્ષ પદ છોડવાના નિર્ણય પર અડગ, તેમના નિવાસ સ્થાન બહાર કોંગ્રેસ કાર્યકરોનો જમાવડો

Bansari

બૉક્સ ઓફિસ પર શાહિદની કબીર સિંહે ફટકારી સદી, પાંચ દિવસમાં કરી આટલા કરોડની કમાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!