GSTV

ભાજપમાં મોદી પછી નંબર ટું માટે અમિત શાહ અને યોગી વચ્ચે કોલ્ડવોર, શાહની ગેરહાજરીનો લાભ લેવા યોગીનું તંત્ર થયું સક્રિય

દેશના બિહાર રાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે આ બિહારની ચૂંટણીના બહાને યોગી આદિત્યનાથને ભાજપમાં મોદી પછીના સૌથી લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત કરવા માટે યોગીનું તંત્ર મેદાનમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અંતર્ગત શનિવારે યોગીના મીડિયા સલાહકાર દ્વારા જોર- શોરથી જાહેરાત કરાઈ હતી કે, બિહારમાં ભાજપના સ્ટાર પ્રચારકોમાં સૌથી વધારે માંગ યોગીની છે.

શાહની ગેરહાજરીનો લાભ લેવા યોગીનું તંત્ર થયું સક્રિય

તેમણે એ વાત પર ભાર મૂક્યો કે, ભાજપના ઉમેદવારો યોગીની વધારે ને વધારે રેલીઓ કરવાની માગ કરી રહ્યા છે તેથી ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણી હોવા છતાં બિહારમાં યોગી ૧૮ રેલીઓને સંબોધશે. મોદી ૧૨ રેલીને સંબોધવાના છે ત્યારે યોગી તેમના કરતાં વધારે રેલીઓને સંબોધશે. મોદીની જેમ યોગી પણ દિવસમાં ત્રણ લેખે છ દિવસમાં ૧૮ રેલી કરશે.

મોદી ૧૨ રેલીને સંબોધવાના છે ત્યારે યોગી તેમના કરતાં વધારે રેલીઓને સંબોધશે.

ભાજપમાં મોદી પછી કોણ એ અંગે અમિત શાહ અને યોગી વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે. શાહ મોદીની વધારે નજીક હોવાથી તેમને જ નંબર ટુ ગણવામાં આવતા હતા પણ છેલ્લા એકાદ મહિનાથી શાહ રહસ્યમય કારણોસર રાજકીય રીતે અલિપ્ત થઈ ગયા છે. તેનો લાભ લેવા યોગીનું પ્રચાર તંત્ર કામે લાગ્યું છે એ સ્પષ્ટ છે. બિહારમાં ભાજપે નરેન્દ્ર મોદી ૧૨ રેલીને સંબોધશે એવી જાહેરાત કરી પણ અમિત શાહની રેલી વિશે કોઈ ફોડ ના પાડયો. બિહારના ચૂંટણી પ્રચારની શરૂઆત અમિત શાહે જૂન મહિનામાં વર્ચ્યુઅલ રેલી દ્વારા બિહારના ચૂંટણી પ્રચારની શરૂઆત કરેલી.

ભાજપમાં મોદી પછી કોણ એ અંગે અમિત શાહ અને યોગી વચ્ચે કોલ્ડ વોર

શાહે બંગાળની યાત્રા રદ કરી પછી બંગાળ ભાજપ દ્વારા દાવો કરાયેલો કે, હાલમાં બિહારની ચૂંટણી વધારે મહત્વની હોવાથી શાહ બિહારની ચૂંટણી પર ધ્યાન આપી શકે એટલા માટે બંગાળની યાત્રાએ પછી આવશે. ભાજપે શાહ વિશે કોઈ જાહેરાત કરી નથી એ જોતાં શાહની બિહારમાં પ્રચાર કરશે કે કેમ તે અંગે પણ શંકા છે.

મોદી બિહારમાં રોજની ત્રણ રેલીને સંબોધવાના છે ને તેમાંથી એક રેલીમાં નીતિશ કુમાર સ્ટેજ પર હાજર હશે. મોદી પહેલી વાર નીતિશ કુમાર માટે મત માંગશે ને તેમને સત્તા અપાવવા લોકોને અપીલ કરશે. ભાજપ-જેડીયુ ૨૦૦૫ અને ૨૦૧૦ની ચૂંટણી પણ સાથે રહીને લડયાં હતાં પણ નીતિશ મોદીની વિરૂધ્ધ હોવાથી મોદી ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતાં બિહારમાં તેમને પ્રચાર માટે પણ નહોતા બોલાવાયા.

READ ALSO

Related posts

હૈવાનિયતની હદ વટાવી/ હોસ્પિટલમાં દાખલ બેભાન યુવતી સાથે થયો બળાત્કાર, ભાનમાં આવતા યુવતીએ જણાવી વ્યથા

Pravin Makwana

પેટાચૂંટણીમાં 80 માંથી 20 ઉમેદવારો છે કરોડપતિ, જાણો ક્યાં ઉમેદવાર પાસે છે સૌથી વધુ મિલકત

Nilesh Jethva

ચૂંટણી પંચની ફટકાર/ સ્ટાર પ્રચારકમાંથી કમલનાથને હટાવ્યા, પ્રચાર કરવા બોલાવવા હોય તો આપવો પડશે ખર્ચો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!