GSTV

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

મોદી

Last Updated on June 17, 2021 by Pritesh Mehta

મોદી પોતાની ઈમેજનું ધોવાણ અટકાવવા માટે ડેમેજ કંટ્રોલમાં લાગેલા છે. આ ક્વાયતમાં ભાજપ શાસિત કેટલાંક રાજ્યોના મુખ્યમંત્રીઓએ વિદાય થવું પડે એવી શક્યતા ભાજપનાં સૂત્રોએ વ્યક્ત કરી છે.

મોદી

સૂત્રોના મતે, મોદીએ સંઘના નેતાઓ પાસે સરકાર તથા ભાજપની ઈમેજ સુધારવા શું કરવુ એ અંગે સૂચનો માગ્યાં હતાં. સંઘ દ્વારા સંખ્યાબંધ સૂચન કરાયાં છે. તેમાં એક સૂચન ભાજપ શાસિત કેટલાંક રાજ્યોમાં નેતૃત્વ પરિવર્તનનું પણ છે. સંઘનું કહેવું છે કે, ઘણાં ભાજપ શાસિત રાજ્યો કોરોના સામે લડવામાં સાવ નબળાં પુરવાર થયાં છે. લોકોમાં ભાજપ એટલે મોદી એવી માન્યતા છે તેથી આ રાજ્યોની નિષ્ફળતાને લોકો મોદીની નિષ્ફળતા ગણીને નારાજ છે.

સંઘે આ મુખ્યમંત્રીઓને કોરોનાની ત્રીજી લહેર આવે એ પહેલાં બદલી નાંખવા કહ્યું છે કે જેથી તેમની ખરાબ કામગીરીના કારણ ભાજપ અને મોદી બદનામ ના થાય. મોદીને પણ આ સૂચન ગમ્યું છે તેથી આ મહિને જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની કામગીરીનું મૂલ્યાંકન શરૂ કરાશે એવો સૂત્રોનો દાવો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સરહદનો વિવાદ/ આસામ-મિઝોરમ સરહદ પર હિંસા: આસામ પોલીસના 6 જવાનના મોત, બંને રાજ્યોના સીએમ પણ બગડ્યા

Zainul Ansari

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!