GSTV

લાગશે ઝટકો/ ગુજરાતી IPS રાકેશ અસ્થાનાના મામલે મોદી અને અમિત શાહની નહીં ચાલે મનમાની, આ છે સુપ્રીમ કોર્ટના ચૂકાદા

Last Updated on August 2, 2021 by Pritesh Mehta

IPS રાકેશ અસ્થાનાને દિલ્હીના પોલીસ કમિશ્નરપદે નિમવાના મુદ્દે નરેન્દ્ર મોદી અને અમિત શાહે પીછેહઠ કરવી પડે એવા સંકેત છે. મોદી-શાહ સામે સુપ્રીમ કોર્ટની અવમાનનાનો કેસ ચલાવવા અરજી થઈ છે.

IPS

અરજદારની દલીલ છે કે, જે અધિકારીની નિવૃત્તિમાં છ મહિના કે ઓછો સમય બાકી ના હોય એવા અધિકારીને ડીજીપી કે તેના સમકક્ષ કોઈ પણ હોદ્દા પર નિમી ના શકાય એવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. સુપ્રીમ કોર્ટે આ પ્રકારની નિમણૂક માટે પહેલાં યુપીએસસીને જાણ કરવાની રહેશે એવો આદેશ ૩ જુલાઈ, ૨૦૧૮ના રોજ આપ્યો હતો.

મોદી સરકારે IPS અસ્થાનાની નિમણૂક પહેલાં યુપીએસસીને જાણ કરી નહોતી. અસ્થાનાની નિવૃત્તિને ત્રણ જ દિવસ બાકી હોવા છતાં તેમની નિમણૂક પણ કરી. આ રીતે સુપ્રીમ કોર્ટના બબ્બે આદેશનું ઉલ્લંઘન કર્યું જ છે. નિષ્ણાતોના મતે, અરજદારે ઉઠાવેલા મુદ્દા કાનૂની રીતે યોગ્ય છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને ઉઠાવાયા છે. આ સંજોગોમાં મોદી-શાહ સામે અવમાનનાની કાર્યવાહી ભલે ના થાય પણ અસ્થાનાની નિમણૂક રદ થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પર્દાફાશ/ પાકિસ્તાનના ઇશારે ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવરતું, થયો આ ચોંકાવનારો ખુલાસો

Bansari

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!