GSTV

મોદી અને શાહના ફરી થયાં બુચ્ચાં, આ બેઠકમાં હાજરી આપી અમિત શાહે ફરી દબદબો દેખાડ્યો

નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં અમિત શાહની હાજરીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, શાહ પૂરી તાકાત સાથે ફરી સક્રિય થઈ ગયા છે. બેઠકમાં શાહે મુખ્યમંત્રીઓને ત્રણ મુદ્દાનો એજન્ડા આપ્યો. મોદીએ પણ રાજ્યોને ગૃહ મંત્રાલય સાથે સંકલન સાધીને કોરોના સામેની લડાઈ માટે જરૂરી પગલાં લેવા કહ્યું. કન્ટેઈનમેન્ટ ઝોન સહિતના મુદ્દે શાહ રાજ્યો સાથે બેઠક કરશે એવો સંકેત પણ આ બેઠકમાં અપાયો.

કન્ટેઈનમેન્ટ ઝોન સહિતના મુદ્દે શાહ રાજ્યો સાથે બેઠક કરશે

ભાજપનાં સૂત્રોના મતે, મોદી સરકારમાં શાહનો પ્રભાવ હજુ યથાવત છે તેનો આ પુરાવો છે અને મોદી કેબિનેટમાં શાહ જ નંબર ટુ છે તેનો સ્પષ્ટ સંકેત આ બેઠકે આપ્યો છે.

મોદી કેબિનેટમાં શાહ જ નંબર ટુ

વિશ્લેષકોના મતે, શાહની હાજરીને તેમના પ્રભાવના પુરાવા તરીકે લઈ ના શકાય. કેન્દ્રની કોરોના સામેની લડાઈમાં સંકલનની કામગીરી પહેલેથી ગૃહ મંત્રાલય સંભાળે છે તેથી શાહની હાજરીમાં કશું નવું નથી. શાહ પહેલાં પણ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં હાજર રહ્યા છે. અગાઉ તો શાહે જ પહેલાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હોય ને મોદીને બ્રીફિંગ કર્યું હોય એવું પણ બન્યું છે.

READ ALSO

Related posts

ચકચાર/ અમેરિકામાં એક ભારતીય તબીબે એક મહિલા ડોક્ટરની ગોળી મારીને જાતે કરી લીધો આપઘાત, કેન્સરથી હતા પીડિત

Ankita Trada

પ્રથમ પહેલ/ નેતાઓ ચર્ચાઓ કરતા રહ્યાં અને યોગીએ કરી બતાવ્યું : બની ગયું દેશનું પ્રથમ રાજ્ય, લોકડાઉનમાં તમામ કેસો પાછા ખેંચ્યા

Karan

સરકારે ખેડૂતોને જાળમાં ફસાવ્યા : હિંસા અમારા શબ્દકોશમાં નથી, લાલ કિલ્લામાં જે બન્યું તે આંદોલન તોડવાની કાવતરું

Karan
Do NOT follow this link or you will be banned from the site!