GSTV
Home » News » ‘મોદી સે વેર નહી, સી.આર. તેરી ખેર નહીં’ ના સુત્રોચ્ચારો લખેલા બેનરો લાગ્યા

‘મોદી સે વેર નહી, સી.આર. તેરી ખેર નહીં’ ના સુત્રોચ્ચારો લખેલા બેનરો લાગ્યા

નવસારીના લોકસભા સાંસદ અને સુરતમાં રહેતા સી.આર. પાટીલ પર કટાક્ષ કરતા બેનરો લાગ્યા છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં મોદી સે વેર નહી, સી.આર. તેરી ખેર નહી જેવા સુત્રોચ્ચાર લખેલા બેનર્સ લાગ્યા છે. સુરતના ગોડાદરામાં પણ સી.આર. પાટીલની વિરુધ્ધમાં તેમજ સાફસુથરી છબી વાળા ઉમેદવારની માંગ કરતા બેનર્સ લાગેલા છે. આ બેનર્સ કોના દ્વારા લગાવવામા આવ્યા તે અંગે કોઈ પુષ્ટી થઈ નથી.

નવસારી લોકસભાના સાંસદ સીઆર પાટીલ વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરાઇ છે. કોંગ્રેસના કોર્પોરેટરે આ ફરીયાદ કરી છે. 15 માર્ચે સાંસદ સીઆર પાટીલ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટને લઇને આ ફરિયાદ કરાઇ છે.

આ પોસ્ટમાં વડાપ્રધાન મોદી અને સેનાની સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરાયો હતો. આ પોસ્ટમાં “આપણી સેના બનશે હવે વધારે મજબૂત “નુ લખાણ લખાયુ હતુ. આ લખાણ અને સેનાના ઉલ્લેખને પગલે કોંગી કોર્પોરેટરે સાંસદ સીઆર પાટીલ વિરૂદ્ધ આચાર સંહિતા ભંગની ફરીયાદ કરી છે.

READ ALSO

Related posts

ગેસ સિલિન્ડર સાથે 50 લાખનો વીમો મળે છે એકદમ ફ્રી, એક ક્લિકે જાણો સમગ્ર પ્રક્રિયા

Bansari

સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીને પાકિસ્તાને બનાવી નિશાન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Arohi

પ્રિયંકા ગાંધીના ધરણા પર ભાજપે આપ્યો જવાબ, ‘કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!