GSTV

‘મારો પાંચ વર્ષનો હિસાબ આ રહ્યો, હવે જબાવ આપવાનો વારો તમારો છે’

ભાજપ અને કૉંગ્રેસ બન્ને પાર્ટી જેટલી યોજના બહાર પાડે છે તેમા વિરોધ તો થાય જ છે. એ પછી ભાજપે બહાર પાડી હોય તો કૉંગ્રેસ અને કૉંગ્રેસ હોય તો ભાજપ વિરોધ કરે જ છે. એ જ રીતે હમણા ન્યાય યોજના રાહુલ ગાંધી દ્વારા દેશના ગરીબો માટે બહાર પાડી. તો એના પર પ્રહાર કરવાનું ચાલુ થઈ ચૂક્યું છે.

એવામાં મોદી ઓડિશામાં એક સભા સંબોધતા વાત કરી કે મેં તમને પાંચ વર્ષમાં જે આપ્યું એનો હિસાબ આપું છું અને તમારે મારા પ્રશ્નનો જવાબ પણ આપવો પડશે. વડાપ્રધાને કહ્યું કે પાંચ વર્ષમાં ઓડિશાના લગભગ 8 લાખ ગરીબ પરિવારોને કાયમી ઘર મળી ગયું છે. 24 લાખ ઘરોને મફત વીજળી આપવામાં આવી છે.

ઓડિશામાં 3,000 ગામોમાં પ્રથમ વખત વિજળી પહોંચી છે. ઉજ્જવલા યોજના હેઠળ ઓડિશાના 40 લાખ ગરીબ બહેનોને ગેસ કનેક્સન આપવામાં આવ્યું છે. 1.4 મિલિયન લોકોને બેંક ખાતાઓ ખોલી દેવામાં આવ્યાં છે. સ્વતંત્રતા પછી 70 વર્ષ સુધી ગરીબને બૅન્કમાં જવાની મંજૂરી ન હતી. અમારી સરકાર દ્વારા આ કામો કરવામાં આવ્યાં છે. અમારી સરકારે ઓડિશામાં 50 લાખ શૌચાલય બાંધ્યા છે. પાંચ વર્ષમાં મે એક પણ રજા નથી લીધી.

READ ALSO

Related posts

બ્રિટનમાં coronaનું ભયાનક સ્વરૂપ, સરકારી આંકડા કરતા મૃત્યુ આંક ૨૪ ટકા જેટલો ઊંચો હોવાની આશંકા

Bansari

લોકડાઉનથી વધી રહેલાં પલાયનને રોકી યોગ્ય સુવિધા પાડવા કેન્દ્રને Supreme Courtનો આદેશ

Karan

સ્વદેશ પાછા ફરી રહેલાં નેપાળીઓ ઉપર પોતાના જ દેશની પોલીસે કર્યો લાઠીચાર્જ

Karan
Do NOT follow this link or you will be banned from the site!