GSTV

માયાવી મોદી સરકાર/ સરકાર પરથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો, મોદીએ આપેલા વચન અને તેમના ઈરાદાએ વિશ્વસનિયતા ખોઈ દીધી

Last Updated on November 25, 2021 by Pravin Makwana

ગણ્યા ગાંઠ્યા મૂડીવાદી લોકોની કોઠીઓ પર ખેતરો અને ખેડૂતોનો પરસેવો વેચનારા ત્રણેય કૃષિ કાયદાના અંતની જાહેરાત તો બાર મહિના કરતા પણ વધારે સમયથી ચાલી રહેલા ખેડૂતોની સંઘર્ષે કરી દીધો અને હવે સંસદમાં તેના અંતિમ સંસ્કાર થવાના બાકી છે. કાળા કાયદાના અંતિમ ખાત્મા સુધી શંકા એ વાતની છે કે, આ કાળા કાયદાની જન્મદાત્રી ‘માયાવી મોદી સરકાર’ પરથી લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે. શંકા એટલા માટે છે કે, ભાજપ-RSSના માનિતા, સાક્ષી મહારાજ તથા ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યપાલ, કલરાજ મિશ્રએ યુપી ચૂંટણી બાદ તેને ફરીથી કાળા કાયદાને નવા રૂપ સાથે ફરીથી લાગૂ કરવાની ચેષ્ટા થઈ શકે છે.

ખેડૂત આંદોલને ભારતના પ્રજાતંત્રને એક મોટો સંદેશ આપ્યો છે.સત્તામાં બેઠેલા નિરંકુશ શાસકો માટે પણ અને જનતા માટે પણ. સત્તા માટે સંદેશ છે કે, પ્રચંડ બહુમતની મનમાની જો સંસદને બળજબરીથી ચલાવી લેશો, તો રસ્તા પર લોકોને તેમની શાન ઠેકાણે લાવી દેશે. અને જનતા માટે એ શિખ છે કે, જો સતત મુખરતા સાથે તાનાશાહી નિર્ણયો વિરુદ્ધ નિરંતર અવાજ બુલંદ કરવામાં આવે તો, ગમે તેટલો મોટો અહંકારી શાસક હોય, જનતા તેને ઝૂકાવી દેશે.

આજે દેશમાં મોદી સરકારના વચનો અને ઈરાદાઓ સમગ્રપણે વિશ્વસનિયતા ખોઈ દીધી છે. સતત 7 વર્ષથી દેશમાં વિશ્વાસમાં ઝેર ઘોળી રહી છે. ખેડૂતોની વાત કરીએ તો, મોદીજીએ સત્તા સંભાળતા જ ખેડૂતોના પાક અને ધાન્ય પર બોનસ બંધ કરી દીધી.પછી ખેડૂતોની જમીન હડપી લેવા માટે એક પછી એક ત્રણ અધ્યાદેશ લાવ્યા તથા જમીનનું યોગ્ય વળતર કાયદાની આડમાં ખતમ કરવાનું ષડયંત્ર રચી કાઢ્યું. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં શપથપત્ર દાખલ કરીને કહી દીધું કે, ખર્ચ+ 50 ટકા નફા પર ટેકાના ભાવ એટલે કે, એમએસપી આપવામાં આવશે નહીં.

પછી પ્રાઈવેટ વીમા કંપનીઓને હજારો કરોડોનો નફો આપવા માટે પાક વીમા યોજના લઈ આવ્યા અને તેની પછી કૃષિના 3 ક્રૂર કાળા કાયદા. જ્યારે આ કાયદાની વિરુદ્ધ ખેડૂતોએ પોતાના પ્રચંડ અવાજ ઉઠાવી વિરોધ નોંધાવ્યો તો તેમને બર્બરતા પૂર્વક લોહીલૂહાણ કર્યા. તેમના રસ્તામાં ખીલા અને કાંટા પણ નાખ્યા. તેમને આતંકી, ઉગ્રવાદી અને નક્સવાદી કહેવાયા. આ બધી વેદના હોવા છતાં મોદી સરકારના મંત્રીઓએ ખેડૂતોને નિર્દયતાથી કચડીને મારી નાખ્યા. પણ આખરે જીત તો ખેડૂતોની જ થઈ.

farmers protest

આ નિષ્ઠુર ભાજપ સરકારની શાખનું સંકટ ફક્ત ખેડૂતોમાં જ નથી, આ સરકારે યુવાનો પાસે રોજગારી છીનવી લઈને 45 વર્ષની ભીષણતમ બેરોજગારી પીરસી દીધી. મુઠ્ઠીભર મૂડીવાદીઓના હિત સાધવા માટે નોટબંધી લાગૂ કરી દીધી. ક્રૂરતાથી અસંગઠિત ક્ષેત્ર, નાના દુકાનદાર, નાના વેપારી અને અર્થવ્યવસ્થાને તહેસનહેસ કરી દીધી. ખોટા જીએસટીથી દેશના વેપાર અને ઉદ્યોગ જગતને આઘાત પહોંચાડ્યો. જ્યારે કોરોના મહામારીથી લોકો પર વિપદા આવી તો, મહામારીની આડમાં તેને પોતાના મૂડીવાદી મિત્રોને લાભ પહોંચાડવાના ફાયદામાં ફેરવીને છાનામાના ફક્ત મજૂરોની વિરુદ્ધ કાળા કાયદા લાવ્યા. મહામારીની વિભિષિકામાં તેને દર દર ઠોકરો ખાવા મજબૂર કર્યા.

કપરા સમયમાં સરકારો પરીક્ષાની કસોટી પર પરખાય છે. જ્યારે કોરોના મહામારીએ દેશને પોતાની ઝપટમાં લીધો, ત્યારે પણ સરકાર પોતાની સત્તાની ભૂખ મિટાવી રહી હતી. પ્રધાનમંત્રીજીએ તો બધુ જાણવા છતાં જાન્યુઆરી 2021થી વર્લ્ડ ઈકોનોમોકિ ફોરમમાં મહામારી સમાપ્તિની જાહેરાત કરી દીધી કારણ કે, રાજ્યોની ચૂંટણીમાં તેમને મોટી મોટી રેલીઓને સંબોધન કરવાનું હતું. લોકોના જીવ જાય તો, ભલેને જાય. પરિણામ એ આવ્યુ કે, લોકોએ રિબાઈ રિબાઈને પોતાના જીવ આપ્યા. તેમને ન તો ઓક્સિજન મળ્યો, ન દવા મળી. એટલે કે, સરકારે પ્રચંડ બહુમતથી બાહુબલીની માફક દુરૂપયોગ કર્યો અને ભારતના ભવિષ્યનું કાસળ કાઢી નાખ્યું.

આજે પણ સમગ્ર દેશ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે. ખેડૂતો ખાતર માટે લાઈનોમાં છે. પાકને એમએસપીના ભાવે સરકાર ખરીદી કરતી નથી. મધ્ય વર્ગ પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના બોઝ નીચે દબાયેલ છે. યુવાનો બેરોજગારીથી દરદર ઠોકરો ખાઈ રહ્યા છે. આ બધી વિડંબનાઓની વચ્ચે સરકારને જનહીતમાં ઝૂકાવા માટે વધુ એક રસ્તો જનતાને મળી ગયો છે. આ નિર્મમ સત્તાની જાન ચૂંટણીમાં હારના ડરમાં છૂપાયેલી છે. દેશ કહી રહ્યો છે કે, ભાજપની હારના ડર આગળ જનતાની જીત છે. હવે રાજ્યોમાં ભાજપ સરકારના સ્વાર્થ અને મુઠ્ઠીભર મૂડીવાદીની તિજોરી ભરવાની અભિલાષા અને લોકહિતની વચ્ચે નિર્ણય કરવો પડશે. આ જ દેશની જીત છે.

રણદીપ સુરજેવાલા

(રાષ્ટ્રીય મહાસચિવ, ભારતી રાષ્ટ્રીય કોંગ્રેસ)

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

Google Year in Search 2021 / કોવિડ-19, નીરજ ચોપરા, આર્યન ખાન અને ફિલ્મ જય ભીમ સૌથી વધુ સર્ચ, જુઓ આખી લિસ્ટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!