GSTV
ગુજરાત

તુ નહીં તો તેરા ફોટો ભી ચલેગા / પ્રજાના પૈસે બદલાશે મુખ્યમંત્રીનો ફોટો, થશે લાખોનો ખર્ચ

ગુજરાતના મુખ્યમંત્રીનું રાજીનામુ અને નવા મુખ્યમંત્રીની નિમણુંક બાદ ભાજપ શાસકોની ફોટોફ્રેમ લટકાવવાની ઘેલછાને લીધે સુરત મ્યુનિ.ને રૃા.૧.૨૫ લાખનો ફટકો પડશે. હાલમાં પદાધિકારીઓ અને અધ્યક્ષની ચેમ્બરમાં વિજય રૃપાણી અને નરેન્દ્ર મોદીના ફોટોવાળી એલઇડી ફ્રેમ લગાડાયેલી છે. જે હવે મુખ્યમંત્રી જ બદલાઇ જતા રૃપિયા ખર્ચીને બદલવી પડશે. આખા ગુજરાતમાં આ ટ્રેન્ડ વેગ પકડશે કેમ કે સૌ કોઈ નવા મુખ્યમંત્રીને સારું લગાડવા ઈચ્છે છે. એ દોડમાં કોઈ પાછળ રહી જવા માંગતુ નથી. એટલે ધીમે ધીમે કરતા એ ખર્ચ લાખોમાં જશે અને એ બધા પૈસા બેશક પ્રજાના ખિસ્સામાંથી વપરાશે.

ગુજરાત ફોટો

સુરત મ્યુનિ.માં થોડા સમય પહેલાં મયેર, ડે. મેયર, સ્થાયી અધ્યક્ષ અને વિવિધ સમિતિના અધ્યક્ષની ચેમ્બરમાં એલ.ઈ.ડી. ફોટો ફ્રેમ માટે વિવાદ ઉભો થયો હતો. આ ચેમ્બરમાં ૧૨ હજારની એક એવી દસ ફોટો ફ્રેમ તૈયાર કરવાની કામગીરી  શરૃ કરી હતી.  જેમાં મુખ્યમંત્રી વિજય રૃપાણી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથે પાલિકાના વિવિધ પ્રોજેકટ દર્શાવવામાં આવ્યા છે. આ ફોટો ફ્રેમના કારણે વિવાદ ઉભો થયો હતો અને વિપક્ષે થોડો વિરોધ કર્યો હતો. જ્યારે શાસકોએ દિલ્હીમાં પદાધિકારીઓની કચેરીમાં કેજરીવાલાના ફોટા છે તેવું કહી દીધું હતું.

જોકે, આ રાજકીય વિવાદ બાદ હવે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૃપાણીને બદલે ભુપેન્દ્ર પટેલ આવ્યા છે તેથી પાલિકાના પદાધિકારીઓની કચેરીમાં વિજય રૃપાણી અને નરેન્દ્ર મોદીના ફોટા વાળી એલ.ઈ.ડી. ફ્રેમ કાઢીને નવી ફ્રેમ મુકાશે. જેથી મ્યુનિ.ને બીજો રૃા.૧.૨૫ લાખથી વધુનો ખર્ચ થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા

Zainul Ansari

સુરત / મનપા દ્વારા ભાજપના કાર્યકરોને પ્લોટની આડેધડ લ્હાણી, સત્તાપક્ષના કાર્યકરોએ જ ચઢાવી બાયો

Zainul Ansari

વડોદરા / મહેસુલ મંત્રીની તિરંગા યાત્રામાં અચાનક વાગ્યા કેજરીવાલના પ્રવચન, ભાજપના નેતાઓ શરમમાં મુકાયા

Zainul Ansari
GSTV