GSTV

વિશ્વભરનાં દબાણ છતાં નિર્ણયો બદલવાનો મોદીનો ધરાર ઈનકાર,કલમ 370, સીએએ પર મક્કમ

નાગરિકાત સુધારા કાયદો (સીએએ) અને કલમ 370ના મુદ્દા પર પુન: વિચારણા કરવાનો ધરાર ઈનકાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે બધી જ બાજુથી અસાધારણ દબાણ હોવા છતાં તેમની સરકાર આ મુદ્દાઓ પર મક્કમ છે અને રહેશે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી હોય કે નાગરિકતા સુધારા કાયદા (સીએએ)નો અમલ હોય દેશ વર્ષોથી આ નિર્ણયોની રાહ જોઈ રહ્યો હતો તેમ તેમણે તેમના લોકસભા મતવિસ્તાર વારાણસીની એક દિવસ લાંબી મુલાકાત દરમિયાન એક જાહેર સભામાં જણાવ્યું હતું.

રાષ્ટ્રના હિતમાં આ નિર્ણયો જરૂરી હતા. ‘દુનિયા ભર કે સારે દબાવ કે બાવજૂદ, ઈન ફેંસલો પર હમ કાયમ હૈ ઔર કાયમ રહેંગે’ તેમ મોદીએ જણાવ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના અગાઉના રાજ્યને વિશેષ જોગવાઈઓ આપતી બંધારણની કલમ 370 ગયા વર્ષે ઓગસ્ટમાં મોદી સરકારે નાબૂદ કરી દીધી હતી. દેશના વિવિધ ભાગોમાં સીએએ સામે થઈ રહેલાં વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખતાં વડાપ્રધાનનો ઈનકાર ખૂબ જ મહત્વનો છે. તેમની સરકારના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોમાં વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચનાનો ઉલ્લેખ કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે રામ મંદિરનું કામ ‘ખૂબ જ ઝડપથી’ ચાલશે. તેમણે ઉમેર્યું હતું કે ટ્રસ્ટની રચના પછી ‘રામ ધામ’ના નિર્માણ પર ઝડપથી કામ શરૂ થશે અને તેમની સરકારે ટ્રસ્ટને 67 એકર જમીન ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે.

વડાપ્રધાને અગાઉ તેમના લોકસભા મતવિસ્તારમાં રૂ. 1,254 કરોડના મૂલ્યના 50 પ્રોજેક્ટ્સનો શીલાન્યાસ કર્યો હતો. તેમણે વારાણસીની તેમની મુલાકાત દરમિયાન વીડિયો લિંક મારફત આઈઆરસીટીસીની ‘મહાકાલ એક્સપ્રેસ’ને લીલીઝંડી આપી હતી. દેશમાં આ સૌપ્રથમ ખાનગી ટ્રેન છે, જે ઉત્તર પ્રદેશમાં વારાણસી અને મધ્ય પ્રદેશમાં ઉજ્જૈન તથા ઓમકારેશ્વર એમ ત્રણ જ્યોતિર્લિંગના યાત્રાધામોને સાંકળશે.

આ અંગે ટ્વીટ કરતાં વડાપ્રધાન મોદીએ લખ્યું, ‘આજે શ્રદ્ધા અને આસૃથાના પ્રતિક ઓમકારેશ્વર, મહાકાલેશ્વર અને કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગોને જોડતી કાશી મહાકાલ એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કર્યો. આ ટ્રેન ધાર્મિક પ્રવાસની સાથે ક્ષેત્રોના આિર્થક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.’ વડાપ્રધાને પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેમોરિયલ કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું અને આરએસએસના વિચારકની 63 ફૂટની પ્રતિમાનું નાવરણ કર્યું હતું. પંડિત ઉપાધ્યાયની દેશમાં આ  સૌથી મોટી પ્રતિમા છે. આ ઉપરાંત તેમણે 430 પથારીની સુપર-સ્પેશિયાલિટી સરકારી હોસ્પિટલનું પણ ઉદ્ધાટન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે વારાણસીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રૂ. 25,000 કરોડના મૂલ્યના વિકાસ કાર્યક્રમો પૂરા કરવામાં આવ્યા છે અથવા ઝડપથી પૂર્ણ થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં રોડવે, હાઈવે, વોટરવે અને રેલવેને સરકારે સૌથી વધુ અગ્રતા આપી છે અને પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાને જણાવ્યું કે દેશને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો મુખ્ય સ્રોત પ્રવાસન હશે અને હેરિટેજ અને ધાર્મિક સ્થળ ને સાંકળવા પર તેમણે વધુ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે નાગરિક તરીકે આપણી વર્તણૂક ભવિષ્યમાં દેશની દિશા નક્કી કરશે.

દેશ માત્ર સરકારોથી નથી બનતો. તે તેમાં રહેતા લોકોના મૂલ્યો પરથી બને છે. એક નાગરિક તરીકે આપણાં કામ ભારતનું ભાવી નક્કી કરશે. તેમણે જણાવ્યું હતું કે નમામી ગંગે કાર્યક્રમ હેઠળ રૂ. 7,000 કરોડના મૂલ્યના પ્રોજેક્ટ્સ પૂરા થયા છે અને રૂ. 21,000 કરોડના મૂલ્યના પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.

READ ALSO

Related posts

14 એપ્રિલ પછી પણ રહેશે Lockdown? WHOના નામ પર Viral થઈ રહેલા આ મેસેજનું શું છે સત્ય?

Arohi

6 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાનો આંક 128, કુલ 21 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

Pravin Makwana

આ રાજ્યના DGP એ જમાતિયોને આપ્યું અલ્ટિમેટમ, પાંચ વાગ્યા સુધીમાં આપો જાણકારી નહી તો…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!