GSTV
Gujarat Government Advertisement

મોદી ચલાવી રહ્યાં છે એ ટીવીના રિમોટના પાવર કાઢી નાખશે તામિલનાડુ, પીએમના સીએમ આ ચૂંટણીમાં ઘરભેગા થશે

Last Updated on February 28, 2021 by Karan

તામિલનાડુમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે ત્રણ દિવસના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યુ હતું કે, હું રાતે માત્ર 30 સેકન્ડમાં સુઈ જઉં છું કારણ કે મને મિસ્ટર મોદીથી ડર નથી લાગતો.

તામિલનાડુના સીએમને કેટલા સમયમાં ઉંઘ આવે છે

તેમણે કહ્યું હતું કે,મને ખબર નથી કે તામિલનાડુના સીએમને કેટલા સમયમાં ઉંઘ આવે છે. તેઓ રાતે ઉંઘી શકતા નહી હોય કારણ કે તે ઈમાનદાર નથી અને ઈમાનદાર નથી એટલે તેઓ મિસ્ટર મોદી સામે ઉભા રહી શકતા નથી.

હું તામિલનાડુના લોકોને આસાનીથી કંટ્રોલ કરી લઈશ

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીને એમ લાગે છે કે, સીએમ ભ્રષ્ટાચારી છે એટલે હું તામિલનાડુના લોકોને આસાનીથી કંટ્રોલ કરી લઈશ. પીએમ મોદીને લાગે છે કે, તામિલનાડુ તેમનું ટીવી છે. તેઓ જ્યારે ઉઠશે ત્યારે રિમોટથી તામિલનાડુ સાથે ઈચ્છે એ કરી લેશે. અવાજ વધારી દેશે તો સીએમ પણ ઉંચા અવાજમાં બોલવા માંડશે. જોકે તામિલનાડુના લોકોએ આ રીમોટની બેટરી ફેંકી દેવાનું નક્કી કરી લીધું છે.

અમે દેશને કોરોના સામેના જંગમાં મદદ કરી રહ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મીઠુ એકઠું કરી રહેલા એક મજૂરે મને કહ્યું હતું કે અમારી આ કામગીરીથી કોરોના સામેની દવા બનાવવામાં મદદ મળી રહી છે. અમે દેશને કોરોના સામેના જંગમાં મદદ કરી રહ્યા છે અને દેશને કોરોના સામે બચાવી રહ્યો છું. આવા લોકોના કારણે તામિલનાડુ રાજ્યની ખૂબસુરતી વધે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મ્યુકરમાઇકોસિસના કહેરથી બેડ અને ઓપરેશન થિયેટર ખૂટ્યા, ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ વચ્ચે માત્ર એકજ ઓપરેશન થિયેટર

pratik shah

લખનઉના મેડિકલ સુવિધાથી વંચિત ગામમાં કોરોના જેવાં લક્ષણોથી 15નાં મોત, ગ્રામ્યજનોમાં ફફડાટ

Dhruv Brahmbhatt

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!