GSTV
Home » News » મોદીને છે ફરી પીએમ બનવાનો પાક્કો ભરોસો, પીએમઓને આ તૈયારીઓ કરવા આપ્યા આદેશો

મોદીને છે ફરી પીએમ બનવાનો પાક્કો ભરોસો, પીએમઓને આ તૈયારીઓ કરવા આપ્યા આદેશો

Sharad Pawar

ચૂંટણી પરિણામ પહેલા જ વડાપ્રધાન મોદીના અધિકારીઓ ૧૦૦ દિવસનો એજન્ડા તૈયાર કરવા લાગ્યા છે. લોકસભા ર૦૧૯ના ચૂંટણી પરિણમો ભલે ર૩ મેના રોજ તૈયાર થાય પણ વડાપ્રધાન મોદીને ફરી સત્તા પર આવવાની પાકી ખાત્રી છે અને એટલા માટે જ તેમણે વડાપ્રધાન કાર્યાલય, નીતિ આયોગ અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારને નવી સરકાર માટે ૧૦૦ દિવસનો એજન્ડા બનાવવા આદેશ આપી દીધો છે. જેમાં કેન્દ્ર સરકારે પાંચ વર્ષમાં વિકાસ દર બે આંકડામાં લઇ જવાનો રહેશે.

મોદી સરકારના ત્રણ અધિકારીઓના જણાવ્યા મુજબ વડાપ્રધાને પોતાની ચૂંટણીમાં વ્યસ્તતા વચ્ચે વડાપ્રધાન કાર્યાલય, નીતિ આયોગ અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રો.વિજયરાઘવનને સ્વચ્છ ભારત, અમલદારશાહી અને આર્થિક સુધારાને ધ્યાનમાં રાખીને એજન્ડા તૈયાર કરવા જણાવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે આ એજન્ડામાં મુખ્ય ક્ષેત્રો જેવા કે તેલ અને ગેસ, ખનિજ, માળખાકીય સુવિધા અને શિક્ષણને સ્વતંત્ર બનાવવા ધ્યાન આપવામાં આવશે. જેથી આગામી સમયમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટેનો પાયો નાખી શકાય.

અમારૂ માનવું છે કે મહત્વના ક્ષેત્રોમાં અમલદારશાહી હટાવવાથી આપણે જીડીપી વૃધ્ધિ દરમાં ર.પ ટકાનો સહેલાઇથી વધારો કરી શકાય. એક તરફ સમગ્ર દેશનું ધ્યાન લોકસભાની ચૂંટણી પર છે ત્યારે વડાપ્રધાન કાર્યાલય, નીતિ આયોગ અને પીએસએ વીકએન્ડમાં બેઠકો યોજી રહયા છે, જેથી લોકોનો સંપર્ક કરી શકાય અને વેસ્ટ ટુ વેલ્થ મિશન, કૌશલ્ય અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવામાં વધારો કરી શકાય.

૧૦૦ દિવસની યોજના ઉચ્ચ વિકાસ દર અને રોજગારી સર્જન પર જ કેન્દ્રિત હશે. ઉચ્ચ વિકાસ ક્ષેત્રમાં ખાણ, કોલસા, ઉર્જા સામેલ છે. કૌશલ્ય માટે શિક્ષા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામેલ છે જયારે રોજગારી સર્જન માટે પ્રવાસન અને નાના અને લઘુ ઉદ્યોગો સામેલ છે. અધિકારીએ જણાવ્યું કે જો મોદી બીજી વખત સત્તા આવશે તો પીવાનું પાણી અને નદીઓને જોડવાના કામને અગ્રતા આપવામાં આવશે.

READ ALSO

Related posts

કાશીનો પ્રસાદ મને શક્તિ આપે છે: PMનાં આગમનથી સમગ્ર વારાણસી કેશરીયા નગરી બની

Riyaz Parmar

5 વર્ષમાં PM મોદીએ વારાણસીની કાયાપલટ કરી નાંખી, આ છે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ

Riyaz Parmar

વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ કંપની ટગ હુયર અમદાવાદમાં, નવી એડિશન લોન્ચ

Path Shah