GSTV
Home » News » મલેશિયાના વડાપ્રધાને ઝાકિર નાઈક મામલે પ્રધાનમંત્રી મોદીની પોલ ખોલી નાખી

મલેશિયાના વડાપ્રધાને ઝાકિર નાઈક મામલે પ્રધાનમંત્રી મોદીની પોલ ખોલી નાખી

મલેશિયાના વડા પ્રધાન મહાિથર મોહમ્મદે મંગળવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાકિર નાઇકના પ્રત્યાર્પણની કોઇ જ રજુઆત અમને નથી કરી. જોકે બીજી તરફ આ દાવા જુઠા સાબીત થયા હતા, કેન્દ્ર સરકારે વળતો જવાબ આપતા કહ્યું હતું કે ઝાકિર નાઇકના પ્રત્યાર્પણ માટે રજુઆત કરવામાં આવી હતી.   

53 વર્ષીય ઝાકિર નાઇક હાલ મલેશિયામાં છે, 2016માં તે ભારત છોડીને મલેશિયા જતા રહ્યા હતા. ભારત વિરોધી ભડકાઉ ભાષણો આપનારા અને આતંકીઓ સાથે પણ સંબંધ ધરાવતા ઝાકિર નાઇકની વિરૂદ્ધ કાર્યવાહી જારી છે. આ સિૃથતિ વચ્ચે હાલ તે મલેશિયા છે પણ મલેશિયાના વડા પ્રધાન મહાિથર મોહમ્મદે દાવો કર્યો હતો કે ઝાકિર નાઇકના પ્રત્યાર્પણની અમને કોઇ જ રજુઆત ભારત સરકાર દ્વારા નથી કરવામાં આવી. 

જોકે તેનો જવાબ આપતા વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મલેશિયાના વડા પ્રધાનને મળ્યા હતા ત્યારે જ આ મામલો ઉઠાવ્યો હતો. તો મલેશિયાના વડા પ્રધાન મહાિથર મોહમ્મદે જણાવ્યું તું કે રશિયામાં નરેન્દ્ર મોદીને હું મળ્યો હતો.

અહીં આયોજીત ઇકોનોમિક ફોરમમાં આ મહિનાની શરૂઆતમાં જ આ મિટિંગ યોજાઇ હતી. જે દરમિયાન મોદીએ કે ભારતના અન્ય કોઇ અિધકારીએ ઝાકિર નાઇકના પ્રત્યાર્પણ માટે કોઇ જ વાતચીત નહોતી થઇ. જોકે જયશંકરે તારીખ સાથે માહિતી આપતા જણાવ્યું હતું કે ઝાકિર નાઇકના પ્રત્યાર્પણ માટે ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં જ અપીલ કરવામાં આવી હતી. સત્તાવાર રીતે ભારતે પ્રત્યાર્પણની માગણી મુકી હતી. 

એટલે કે મલેશિયાના વડા પ્રધાન દ્વારા જુઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે, એવી શક્યતાઓ છે કે મલેશિયા ઝાકિર નાઇકને છાવરવા માગે છે અને હાલના નિવેદનો પરથી એવું પણ અનુમાન છે કે ઝાકિર નાઇકનું પ્રત્યાર્પણ ભારત માટે આગામી દિવસોમાં વધુ મુશ્કેલી ભર્યું સાબીત થઇ શકે છે. ઝાકિર નાઇકે મુંબઇમાં એનજીઓ શરૂ કરી ફંડ મેળવ્યા હતા જેનો ઉપયોગ તેણે આતંકી પ્રવૃત્તિ માટે કર્યો હતો અને ફંડ મેળવવામાં પણ ગેરરીતી આચરી હતી.

READ ALSO

Related posts

ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

Mayur

આ દિવાળીમાં ફટાકડાઓનું થઈ જશે સૂરસૂરિયું, હવામાન વિભાગે ગુજરાતમાં દિવાળીના દિવસે જ વરસાદની આગાહી કરી

Mayur

ફરિવાર ચર્ચામાં આવી પીળી સાડીવાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા માટે મતદારોએ કરી પડાપડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!