વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં તેમના સંબોધનમાં સહકારી ક્ષેત્રે ગુજરાતે કરેલી સમૃદ્ધિની ગાથા વર્ણવી હતી. પીએમ મોદીએ કલોલનો નેનો યુરિયા પ્લાન્ટનું લોન્ચિંગ કર્યા બાદ જણાવ્યું કે દેશમાં નેનો યુરિયાના આવા 8 નવા પ્લાન્ટ બનશે. પીએમ મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ગામડાંઓએ આત્મનિર્ભર થવું જરૂરી છે. એટલા માટે સરકાર આજે મોડલ કો-ઓપરેટીવ વિલેજ દિશામાં આગળ વધી રહી છે.

ગુજરાતના ગામડાઓમાં પણ સંપૂર્ણપણે કો-ઓપરેટીવ વ્યવસ્થાઓ લાગુ કરવામાં આવશે. પીએમે જણાવ્યું કે ભારત વિદેશોમાંથી યુરિયા મંગાવે છે. એક બેગ સાડા ત્રણ હજાર રૂપિયામાં પડે છે. ખેડૂતોને એ જ બેગ 300 રૂપિયામાં આપવામાં આવે છે. ખાતરની વૈશ્વિક કિંમત વધી છે તેમ છતાં સરકારે ખાતરનું સંકટ ઉભું થવા દીધું નથી. પીએમે કહ્યું કે ગુજરાતમાં ડેરી ક્ષેત્ર ચોતરફ તાકાતથી ઉભું છે.

ગુજરાતની 17 લાખ મહિલાઓ પશુપાલન સાથે જોડાયેલી છે. ભારત 8 લાખ કરોડનું દૂધ ઉત્પાદન કરે છે. જે ઘઉં અને અનાજના બજાર કરતા પણ વધુ છે.
