GSTV
Home » News » મોદીની ગુજરાતમાં મેરોથોન બેઠક, વારાણસીનો કાર્યક્રમ થયો રદ

મોદીની ગુજરાતમાં મેરોથોન બેઠક, વારાણસીનો કાર્યક્રમ થયો રદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં અચાનક ગુજરાતના વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરતા રાજયના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બંધબારણે મેરેથોન બેઠક ચાલતાં અનેક તર્કવિતર્કો થઈ રહી છે. બપોરે શરૂ થયેલી બેઠક મોડી સાંજ સુધી ચાલી હતી. બેઠકમાં મુખ્યમંત્રી સહિત સિનિયર આઈ એસ અધિકારી અને મુખ્યમંત્રીના સલાહકાર સહિત પ્રિન્સિપાલ સેકેટરી અને રાજ્યના ચિફ સેકેટરી અમદાવાદના સાંસદ કિરીટ સોલકી સહિત કોર્પોરેશનના અધિકારી હાજર રહ્યા હતા. મોદી મેરોથોન બેઠક બાદ વારાણસી જવાના બદલે સીધી દિલ્હી જવા રવાના થયા હતા.

તેમની આ બેઠકને કારણે વારાણસીની મુલાકાત રદ્દ થઇ છે. સ્વચ્છતા મિશન સહિત ગાંધીજી જ્યંતીના કાર્યકમ પર ચર્ચા સહિત રાજકોટ એઇમ્સની કેવી તૈયારીઓ તેની જાણકારી હાંસલ કરી હતી. નોંધનીય છે કે પીએમ મોદી ગઈ રાત્રે જ અમદાવાદ આવી ગયા હતા અને રાત્રી રોકાણ રાજભવન ખાતે કર્યું હતું.

સવારમાં તેમણે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી હતી અને કેવડિયામાં અનેક પ્રોજેક્ટોનું નિરિક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ સાંજે વારાણસી જવાના હતા. પરુતુ તેમણે અચાનક રાજ્યના અધિકારીએ સાથે લાંબી બેઠક કરી હતી. જેને લઈને વારાણસીનો કાર્યક્રમ રદ્દ કરાયો છે. આ મિટિંગને લઈને હાલમાં રાજકારણ ગરમાયું છે.

જોકે, આ બેઠક અંગેની વિગતો બહાર આવી નથી પણ મોદીએ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ સાથે બંધ બારણે કરેલી બેઠક આજે ગુજરાતમાં ચર્ચાને એરણે છે. આ બેઠક લાંબી ખેંચાતાં મોદીએ પોતાના કાર્યક્ષેત્ર એવા વારાણસીની મુલાકાત રદ કરી દેવી પડી છે. આ બેઠકમાં ગુજરાતના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા. આગામી દિવસોમાં ગુજરાતમાં કંઇક નવા જૂની થવાના એંધાણ છે.

મોદીએ આ બેઠકમાં કેન્દ્રની યોજનાઓની ગુજરાતમાં સ્થિતિ જાણી હોવાની પણ વિગતો છે. ગુજરાત એ મોદીનું માદરે વતન છે. અહીં લાગુ થતી યોજનાઓનું ઉદાહરણ તેઓ દેશભરમાં આપતા હોવાથી મોદી અહીં કડક બન્યા છે. મોદી હાલમાં પીએમ છે. જેઓની ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકને પગલે આગામી દિવસોમાં કેન્દ્રમાંથી પણ કંઈક નવા આદેશો આવી શકે છે.

READ ALSO

Related posts

આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

Karan

અમદાવાદ મહાનગરપાલિકાની માસીક સાધારણ સભા યોજવામાં આવી, રોગચાળો મુખ્ય મદ્દો રહ્યો

pratik shah

Google હાસલ કરી Quantum Supremacy, બદલાઈ જશે કોપ્યૂટિંગની દુનિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!