GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

370 હટાવ્યા બાદ મોદીએ લીધો મોટો નિર્ણય, આજ સાંજથી નવા રાજકીય સમીકરણો શરૂ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીર મુદ્દે સાંજે સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ બેઠક એવા સમયે મળી રહી છે. જ્યારે મોદી સરકારે સંસદમાં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અંગે સંકલ્પ રજૂ કર્યો છે. જેથી સર્વદળીય બેઠકમાં નવા સમીકરણો જોવા મળે તો નવાઈ નહીં.

અમિત શાહે શું કહ્યું ?

સૌથી વધારે પૈસા કાશ્મીરમાં ગયા. પણ ત્રણ પરિવારોએ આજ સુધી કાશ્મીરને બંધક બનાવીને રાખ્યું છે. અમારે ન વોટ બેંક બનાવવી છે ના તો અમારી પાસે રાજનૈતિક ઈચ્છાશક્તિનો અભાવ છે. અમે એક રાષ્ટ્ર એક સંકલ્પ લઈને ચાલીએ છીએ. અને ભારત એક રહે તે જ ભાજપનું ધ્યેય છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રીય કેબિનેટ અંગે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો. તેમણે જણાવ્યુ કે, સરકાર જમ્મુ કાશ્મીર અંગે ચાર બિલ લઈને આવી છે. આર્ટિકલ 370ના તમામ ખંડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાદ લાગૂ નહી થાય. અમિત શાહના નિવેદન બાદ વિપક્ષના સાંસદોએ રાજ્યસભામાં જોરદાર હંગામો કર્યો. સરકારના સંકલ્પથી પીડીપી સાંસદોએ પોતાના કપડા ફાડી નાખ્યા. અમિત શાહે જણાવ્યુ હતુ કે, લદ્દાખના લોકોની માગ હતી કે, લદ્દાખને કેન્દ્રશાંસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવે. જેથી જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાશે. અને જમ્મુ કાશ્મીરથી લદ્દાખથી અલગ કરવામાં આવ્યુ. આ સાથે લદ્દાખને પણ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.

રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓએ જમ્મુ કાશ્મીર મુદ્દે સરકાર પાસે ચર્ચાની માગ કરી.. કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે કહ્યુ કે, જમ્મુ કાશ્મીરની વિવિધ પાર્ટીના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. વિપક્ષના સવાલનો જવાબ આપતા અમિત શાહે કેબિનેટ બેઠક અંગે જવાબ આપ્યા

7 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મામલે દેશને સંબોધિત કરશે.

કાશ્મીરના બંન્ને પૂર્વ મુખ્યમંત્રીઓ નજરકેદ

જમ્મુ કાશ્મીરમાં અડધી રાતે પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી અને એનસી નેતા ઓમર અબ્દુલ્લાને નજર કેદ કરવામાં આવ્યા હતા. નજર કેદ થયા બાદ ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરી લોકોને શાંતિ જાણવી રાખવા અપીલ કરી હતી. ખીણમાં તણાવના પગલે ઈન્ટરનેટ, મોબાઈલ અને લેન્ડલાઈન સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સાથે શાળા અને કોલેજોમાં રજા જાહેર કી દેવામાં આવી હતી. ખીણની સ્થિતિને ધ્યાનમાં રાખી કલમ 144 પણ લાગૂ કરી દેવામાં આવી હતી. નજર બંધ કરવામાં આવ્યા બાદ મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, આપણે લડાઈ લડવાની છે. જે આપણા અધિકાર છે તેના સંકલ્પને તોડવાનો કોઈપણ પ્રયાસ ન કરી શકે. આ ટ્વિટને એનસી નેતા ઓમર અબ્દુલ્લાએ રિ-ટ્વિટ કર્યુ હતુ. એનસી-પીડીપી નેતા સાથે કેટલાક ભાગલાવાદી નેતાઓને પણ નજર કેદ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

આખરે ઈરાને વાતને કબૂલી, જમીનની અંદર બનાવેલા પરમાણુ ક્ષેત્રને નષ્ટ કરવા પાછળ ઈઝરાયલનો હાથ

Pravin Makwana

ઠંડીથી બચવા ભારતીય સેનાએ સરહદ પર લગાવી દીધા ટેન્ટ, પણ પાછળ તો નહીં જ હટે

Pravin Makwana

ગલવાન અથડામણમાં 10 ભારતીય સૈનિકોને છોડી દેવામાં આ દેશે નિભાવી સૌથી મોટી ભૂમિકા, ખુલીને બહાર ન આવી પણ કરી મદદ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!