GSTV
Home » News » નેહરુ, ઈન્દિરા બાદ બીજી વખત પૂર્ણ બહુમતીથી સરકાર બનાવનારા મોદી ત્રીજા વડાપ્રધાન

નેહરુ, ઈન્દિરા બાદ બીજી વખત પૂર્ણ બહુમતીથી સરકાર બનાવનારા મોદી ત્રીજા વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી વખત એનડીએને પૂર્ણ બહુમતી મળી છે. જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી પછી મોદી દેશના ત્રીજા એવા વડાપ્રધાન છે, જેમને સતત બીજી ટર્મ માટે બહુમતી મળી છે. બિનકોંગ્રેસી વડાપ્રધાનને પ્રથમ વખત સતત બીજી ટર્મ માટે સત્તા મળી છે. સતત બીજી વખત બહુમતી સાથે સત્તા મેળવનારા મોદી દેશના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન છે અને નેહરુ, ઈન્દિરા પછી ત્રીજા વડાપ્રધાન છે, જેમને સતત બીજી ટર્મ માટે લોકોએ બહુમતી આપી હોય.

pm modi Tejashwi Yadav

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને દેશની લોકસભાની પ્રથમ ચૂંટણીમાં ૧૯૫૨-૫૩માં ૪૮૯માંથી ૩૬૪ બેઠકો મળી હતી. તે પછી ૧૯૫૭માં બીજી વખત લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ય નેહરુને સંપૂર્ણ બહુમતી મળી હતી. એ ચૂંટણીમાં નેહરુના નેતૃત્વમાં કોંગ્રેસને ૩૭૧ બેઠકો મળી હતી.૧૯૬૨માં લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે પણ નેહરુના નેતૃત્વને દેશને પૂર્ણ બહુમતી સાથે સ્વીકાર્યું હતું અને કોંગ્રેસને ૩૬૧ બેઠકો મળી હતી.

ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં પ્રથમ વખત ૧૯૬૭માં ચૂંટણી થઈ, તેમાં કુલ ૫૨૦ બેઠકોમાંથી ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને ૨૮૩ બેઠકો મળી હતી. ૧૯૭૧માં ફરી વખત ભારતના મતદારોએ ઈન્દિરા ગાંધીને સત્તા સોંપી હતી અને એ ચૂંટણીમાં ૩૫૨ બેઠકો મળી હતી. તે પછી સતત બે ટર્મ માટે સંપૂર્ણ બહુમતી આવી હોય એવું બન્યું ન હતું. મનમોહન સિંહ સતત બે ટર્મ માટે વડાપ્રધાન બન્યા હતા, પરંતુ તેમને યુપીએના ગઠબંધનને બહુમતી મળી હતી. કોંગ્રેસને એકલા હાથે બહુમતી મળી ન હતી.

૨૦૧૪માં વડાપ્રધાન તરીકે મોદીએ શપથ ગ્રહણ કર્યા હતા. એ ચૂંટણીમાં મોદીને ૨૮૨ બેઠકો મળી હતી. તે પછી ૨૦૧૯ની ચૂંટણીમાં પણ મોદીને સંપૂર્ણ બહુમતી મળી છે. સતત બે ટર્મ માટે વડાપ્રધાન બનનારા મોદી દેશના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન છે. અગાઉ એક પણ બિન કોંગ્રેસી વડાપ્રધાને સતત બે વખત વડાપ્રધાન પદ મેળવ્યું નથી.

Read Also

Related posts

લ્યો બોલો! પોલીસને એટલી ઉતાવળ હતી કે જોયા વિના જ ભેંસ સાથે બાંધેલા ગાડાનું ચાલાન કાપી નાંખ્યું!

Bansari

ઇન્ટ્રા ડેમાં ક્રૂડના ભાવમાં ૧૯ ટકાનો વધારો ૧૯૯૧ પછીનો સૌથી મોટો ઉછાળો

Mayur

‘મોદી સરકાર દેશના યુવાઓને રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ’ અધિર રંજન ચૌધરીએ બેરોજગારી મુદ્દે કર્યા પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!