GSTV
Home » News » મોદી રૂપાણી અને નીતિનભાઈથી નથી ખુશ, ભરોસો ન હોય તો જોઈ લો આ તસવીરો

મોદી રૂપાણી અને નીતિનભાઈથી નથી ખુશ, ભરોસો ન હોય તો જોઈ લો આ તસવીરો

નર્મદાના સાધુ બેટ ખાતે ચાલી રહેલી ત્રિ દિવસીય ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સમાં આજે વડાપ્રધાન મોદી હાજરી આપવા પહોંચ્યા છે.પીએમ મોદી હેલિકોપ્ટર મારફતે કેવડિયા કોલોની પહોંચ્યા છે. ગઈકાલે ગૃહપ્રધાન રાજનાથ સિંહે ડીજી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યુ હતુ અને આજે દિવસભર પીએમ મોદી ડીજી કોન્ફરન્સમાં હાજર રહેશે. આ બેઠકમાં દેશની રાષ્ટ્રીય સુરક્ષાને લાગતા મુદ્દા પર ચિંતન અને મંથન થશે. 20 રાજ્યોના 168 કલાકારો કલ્ચરલ પ્રેઝન્ટેશન કરશે. આજે મોદી વડોદરા પહોંચ્યા ત્યારે રૂપાણી અને નીતિનભાઈ એડવાન્સમાં તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. આ દરમિયાન મોદીએ ઉમળકો દેખાડ્યો ન હતો. ભરોસો ન આવતો હોય તો ચેક કરી લો આ તસવીરો

મોદીએ જે જવાબદારી પૂરા વિશ્વાસ સાથે સોંપી હતી. તે જવાબદારી સંભાળવામાં આ બંને નેતાઓ નિષ્ફળ ગયા છે. ગુજરાતમાં કોંગ્રેસનો પગપેસારો થઈ ગયો છે. મોદી સમયે કોંગ્રેસને અસ્તિત્વના પણ ફાંફા હતા એ ગુજરાતમાં આજે કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે. રૂપાણી સરકારના કેબિનેટ મંત્રીની જસદણમાં ચૂંટણી યોજાઈ ગઈ . જેમાં ભાજપ દાવો કરીને કહી શકે તેવી સ્થિતિમાં નથી કે અમે જીતીશું. હાલમાં ભાજપમાં અંદરો અંદરનો વિખવાદ પણ વધ્યો છે. મોદીને ગુજરાત ભાજપના કેટલાક નેતાઓ સીધું રિપોર્ટિંગ કરે છે. સરકારમાં શું ચાલી રહ્યું છે તે અંગે બ્યૂરોક્રેટ્સ પણ પીએમ સુધી તમામ માહિતી પહોંચાડે છે.

મોદી ભલે દિલ્હી હોય પણ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે તેની નાની નાની બાબતો પર ખાસ ધ્યાન રાખે છે. હાલમાં ભાજપની પડતીનું કારણ પણ સંગઠન અને સરકારની નબળી કામગીરી છે. મોદી એટલા માટે જ હાલમાં ગુજરાતના નેતાઓથી નારાજ ચાલી રહ્યાં છે. રાજકોટમાં મોદીની સભામાં ભીડ એકઠી થઈ ન હોવાનો રંજ મોદીના ચહેરા પર આજે પણ છે. જેઓ આજે ગુજરાત આવ્યા પણ તેમના ચહેરા પરની સ્થિતિ સ્પષ્ટ નારાજગી દર્શાવી રહી હતી.

ડીજી કોન્ફરન્સમાં 130થી વધુ ડીજી અને આઈડીપી હાજર

તો ડીજી કોન્ફરન્સ દરમિયાન એક ભારત શ્રેષ્ઠ ભારત પરેડનું પણ આયોજન કરાયું છે. સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફોટો સેશન પણ યોજાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે દેશના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ ભાગ લઈ રહ્યા છે. ડીજી કોન્ફરન્સમાં 130થી વધુ ડીજી અને આઈડીપી હાજર છે. કોન્ફરન્સની સુરક્ષા માટે 5 હજારથી વધુ પોલીસ જવાન, ગુજરાત એટીએસ, ચેતક કમાન્ડો, એસપીજી, બીએસએફ અને પેરામિલિટરી ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

મોદીના કાર્યક્રમનો વિરોધનો સૂર

પીએમ મોદી આજથી ડીજી કોન્ફરન્સમાં સામેલ થવા બે દિવસ કેવડિયા કોલોનીની મુલાકાતે છે. તો બીજીતરફ કેવડિયા ગામના લોકોમાં વિરોધનો સુર જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ ઘર પર ઝંડા લગાવી વિરોધ વ્યક્ત કર્યો છે. જમીન સંપાદન મામલે ગ્રામજનો વિરોધ દર્શાવી રહ્યા છે. કેવડિયા ખાતે હેલિપેડની આસપાસના ઘરો પર કાળા ઝંડા લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો છે.

Related posts

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah

અમદાવાદમાં રવિવારે થયેલી ગોઝારી ઘટનાને પગલે જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક થયું ચેકિંગ

Path Shah

અષાઢ મહિનો અડધો વીતિ ગયો હજુ મેઘરાજાએ મહેર કરી નથી , ખેડૂતોની હાલત બની કફોડી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!