GSTV
Home » News » મોદી અમેરિકામાં હૃદયસ્થ : સંબંધો નવી ઊંચાઈએ

મોદી અમેરિકામાં હૃદયસ્થ : સંબંધો નવી ઊંચાઈએ

અમેરિકાના હ્યુસ્ટનમાં રવિવારે માત્ર ભારતીય-અમેરિકનો જ નહીં સમગ્ર દેશવાસીઓ જે ઐતિહાસિક ઈવેન્ટ ‘હાઉડી મોદી’ની રાહ જોઈ રહ્યા હતા તે ભારતીય સમય મુજબ રાત્રે 12.15 વાગ્યે પૂરી થઈ. આ કાર્યક્રમમાં વિશ્વના બે મહાન લોકતંત્રો ભારત અને અમેરિકાના ટોચના નેતાઓ વચ્ચેનું સામંજસ્ય જોવા મળ્યું.

વડાપ્રધાન મોદીએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ માટે આવકાર સંબોધન કર્યું. ત્યાર બાદ ટ્રમ્પે અમેરિકા અને ભારતના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. ઉપરાંત ટ્રમ્પે ઈસ્લામિક ત્રાસવાદનો મુદ્દો ઉઠાવ્યો અને આતંકવાદથી ભારતીયોને સંરક્ષિત કરવાનું વચન આપ્યું.

બીજીબાજુ વડાપ્રધાન મોદીએ ભારતીય-અમેરિકનોને તેમના સંબોધનમાં એનડીએ સરકારની પ્રથમ પાંચ વર્ષની સિદ્ધિઓ એટલે કે ઉજ્જવલા યોજના, જન ધન યોજના, સ્વચ્છ ભારત સહિતની યોજનાઓનો ઉલ્લેખ કર્યો. મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા અને આતંકવાદનો મુદ્દો ઉઠાવતાં હવે આતંકવાદ સામે નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો હોવાનું જણાવ્યું હતું.

મોદીએ આ લડાઈમાં ટ્રમ્પનો પણ સાથ હોવાના સંકેત આપ્યા હતા. ઉપરાંત મોદીએ ભારતને 5 ટ્રિલિયન ડોલર બનાવવાના પડકારને હાંસલ કરવા આગળ વધવાના પણ સંકેત આપ્યા હતા. અમેરિકામાં આગામી વર્ષે યોજાનારી પ્રમુખપદની ચૂંટણીના સંદર્ભમાં ટ્રમ્પ માટે આ ચૂંટણી રેલી સમાન રહી. ટ્રમ્પ અને મોદી બંનેએ આતંકવાદ સામે સાથે મળીને લડવા અંગે કટીબદ્ધતા દર્શાવી.

વડાપ્રધાન મોદીએ ‘હાઉડી માય ફ્રેન્ડ્સ’ કહી સંબોધન શરૂ કર્યું. તેમણે કહ્યું આ દૃશ્ય, આ વાતાવરણ અકલ્પનીય છે અને જ્યારે ટેક્સાસની વાત આવે છે ત્યારે દરેક વાત ભવ્ય હોય, વિશાળ હોય તે ટેક્સાસના સ્વભાવના છે. આજે, ટેક્સાસની સ્પિરિટ અહીં પણ જોવા મળી રહી છે. આ અપાર જનસમૂહની હાજરી માત્ર ગણિત સુધી મર્યાદિત નથી.

આજે આપણે અહીં એક નવી હિસ્ટ્રી બનતી જોઈ રહ્યા છીએ અને એક નવી કેમેસ્ટ્રી પણ બનતી જોઈ રહ્યા છીએ. એનઆરજીની આ એનર્જી ભારત અને અમેરિકા વચ્ચે વધતી સીનર્જીની સાક્ષી છે. પ્રમુખ ટ્રમ્પનું અહીં આવવું અમેરિકાના મહાન લોકતંત્રના અલગ અલગ પ્રતિનિિધઓનું આવવું એ ભારત માટે, મારા માટે ઘણું બધું કહેવું, પ્રશંસા કરવી, અમેરિકન સેનેટર્સે ભારત માટે જે પ્રશંસા કરી છે, તે ભારતીયોના સામર્થ્ય, તેમની સિદ્ધિઓનું સન્માન છે. 130 કરોડનું આ સન્માન છે.

આ કાર્યક્રમનું નામ ‘હાઉડી મોદી’ છે. પરંતુ મોદી એકલો કશું જ નથી. હું 130 કરોડ ભારતીયોના આદેશ પર કામ કરનારો એક સાધારણ વ્યક્તિ છું. તેથી તમે જ્યારે પૂછ્યું કે હાઉડી મોદી તો મારૂં મન કરે છે કે તેનો જવાબ એક જ છે કે ભારતમાં બધા જ મજામાં છે. મિત્રો, ધીરજ આપણા ભારતીયોની ઓળખ છે, પરંતુ હવે અમે આૃધીર છીએ દેશના વિકાસ માટે. 21મી સદીમાં દેશને નવી ઊંચાઈ પર લઈ જવા માટે આજે ભારતનો સૌથી ચર્ચાસ્પદ શબ્દ છે વિકાસ.

આજે ભારતનો સૌથી મોટો મંત્ર છે ‘સબકા સાથ સબકા વિકાસ’. આજે ભારતની સૌથી મોટી નીતિ છે ‘જનભાગીદારી’. આજે ભારતનો સૌથી મોટો સંકલ્પ છે ‘ન્યૂ ઈન્ડિયા’. અને ન્યૂ ઈન્ડિયામાં સૌથી વિશેષ બાબત છે અમે બીજા કોઈની સાથે નહીં પરંતુ પોતાની સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ. વી આર ચેલેન્જિંગ અવર સેલ્વ્સ. મિત્રો, ભારતમાં ઈઝ ઓફ ડુઈંગનું જેટલું મહત્વ છે તેટલું જ ઈઝ ઓફ લિવિંગનું પણ મહત્વ છે.

મિત્રો આજે કહેવાય છે કે ડેટા ઈઝ ન્યૂ ઓઈલ. હું તેમાં ઉમેરીશ કે ડેટા ઈઝ ન્યૂ ગોલ્ડ. સમગ્ર દુનિયામાં સૌથી ઓછી કિંમતમાં ડેટા ક્યાયં ઉપલબૃધ હોય તો તે દેશ ભારત છે. આજે ભારતમાં 1 જીબી ડેટાની કિંમત માત્ર 25થી 30 સેન્ટ જેટલી છે. અને હું એ પણ જણાવવા માગું છું કે 1 જીબી ડેટાની વર્લ્ડ એવરેજની કિંમત 25થી 30 ગણી વધુ છે. આ સસ્તો ડેટા ભારતમાં ડિજિટલ ઈન્ડિયાની એક નવી ઓળખ બની રહ્યો છે.

મિત્રો, દેશ સામે 70 વર્ષથી એક મોટો પડકાર હતો, જેને કેટલાક દિવસ પહેલાં ભારતે વિદાય આપી દીધી છે. આ વિષય છે આર્ટિકલ 370. કલમ 370એ જમ્મુ-કાશ્મીરના લોકોને વિકાસ અને સમાન અિધકારોથી વંચિત રાખ્યા હતા. આ સિૃથતિનો લાભ આતંકવાદ અને અલગતાવાદની તાકતો ઉઠાવી રહ્યા હતા. હવે ભારતીય બંધારણે લોકોને જે અિધકાર આપ્યા હતા તે અિધકાર હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને પણ મળી ગયા છે.

ભારત તેના ત્યાં જે કરી રહ્યો છે તેનાથી કેટલાક એવા લોકોને પણ તકલીફ પડી રહી છે જેઓ પોતાનો દેશ સંભાળી શકતા નથી. આ લોકોએ ભારત પ્રત્યે નફરતને પોતાનો મુદ્દો બનાવ્યો છે. આ લોકો પોતાને ત્યાં આતંકને પોષે છે. તેમને તમે જ નહીં આખી દુનિયા ઓળખે છે. અમેરિકામાં 9/11 હોય કે મુંબઈમાં 26/11ના કાવતરાખોરો ક્યાંથી મળી આવે છે? મિત્રો હવે સમય આવી ગયો છે કે આતંકવાદ વિરૂદ્ધ અને આતંકવાદને પ્રોત્સાહન આપનારા વિરૂદ્ધ નિર્ણાયક લડાઈ લડવામાં આવે.

હું અહીં ભારપૂર્વક કહેવા માગું છું કે આ લડાઈમાં પ્રમુખ ટ્રમ્પ પૂરી મજબૂતાઈ સાથે આતંક સામે ઊભા રહ્યા છે. આતંક વિરૂદ્ધ લડવાનું ટ્રમ્પનું જે મનોબળ છે આપણે તેનું ઊભા થઈને સ્વાગત કરવું જોઈએ. આભાર. આભાર મિત્રો. મિત્રો, અમે નવા પડકારોને પૂરા કરવાની જીદ કરી છે. દેશની આ જ ભાવના પર મેં એક કવિતા લખી હતી, તેની બે પંક્તિ સંભળાવી રહ્યો છું. ‘વો જો મુશ્કીલો કા અંબાર હૈ, વહી તો મેરે હોંસલો કી મીનાર હૈ.’ મિત્રો, ભારત આજે પડકારોને ટાળી નથી રહ્યો. અમે પડકારોને સામી છાતીએ લડી રહ્યા છીએ.

ભારત આજે થોડા ઈન્ક્રીમેન્ટલ ચેન્જ પર નહીં, સમસ્યાઓના પૂર્ણ સમાધાન પર ભાર આપી રહ્યો છે. અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યા છીએ. આજે ભારત દુનિયાના શ્રેષ્ઠ એફડીઆઈ સૃથળમાંનું એક છે. 2019 સુધી એફડીઆઈમાં લગભગ બમણો વધારો થયો છે. તાજેતરમાં જ અમે સિંગલ બ્રાન્ડ રીટર્નમાં એફડીઆઈના નિયમો હળવા કર્યા છે. ગોલ્ડ માઈનમાં વિદેશી રોકાણ 100 ટકા સુધી થઈ શકે છે. કાલે હું હ્યુસ્ટનમાં એનર્જી સેક્ટરના સીઈઓને મળ્યો.

ભારતના કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાના નિર્ણયથી ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક કોર્પોરેટ લીડરમાં મજબૂત સંદેશ ગયો છે. આ નિર્ણય ભારતને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવશે. ભારતમાં આગળ વધવાની અપાર સંભાવના છે. ભારત 5 ટ્રિલિયન અમેરિકન ડોલર બનવા આગળ વધી રહ્યું છે. ટ્રમ્પ મને ટફ નેગોશિએટર માને છે, પરંતુ તેઓ પોતે વધુ ટફ નેગોશિએટર છે અને હું તેમની પાસેથી ઘણું શીખી રહ્યો છું.

ટ્રમ્પ વિશેષ વ્યક્તિ છે, વ્હાઈટ હાઉસમાં ભારતના સાચા મિત્ર : મોદી

વડાપ્રધાન મોદીએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે હાઉડી કાર્યક્રમના મંચ પર આગમન કર્યું. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પની પ્રશંસા કરતાં અંગ્રેજી ભાષામાં સંબોધન શરૂ કર્યું હતું. તેમણે સંબોધનની શરૂઆત ‘ગૂડ મોર્નિંગ હ્યૂસ્ટન, ગૂડ મોર્નિંગ ટેક્સાસ, ગૂડ મોર્નિંગ અમેરિકા…’ સાથે કરી. 

તેમણે કહ્યું કે આપણી સાથે મંચ પર એક એવી વિશેષ વ્યક્તિ હાજર છે, જેમની ઓળખ આપવાની કોઈ જરૂર નથી. તેમનું નામ આ પ્લેનેટ પર દરેક વ્યક્તિ જાણે છે. વૈશ્વિક રાજકારણમાં કોઈપણ ચર્ચા તેમના નામ સિવાય પૂરી નથી થતી.

અબજો લોકો ટ્રમ્પના શબ્દોને અનુસરે છે. આ વ્યક્તિ છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. તેમની સાથે મુલાકાત કરીને દરેક વખતે મને મિત્રતાની અનુભૂતિ થાય છે. અત્યારે લાખો લોકો ટીવી સામે બેસી ગયા છે. ભારતમાં અત્યારે રવિવારની રાત હોવા છતાં લાખો લોકો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે. ઉપરાંત સમગ્ર વિશ્વમાં પણ અબજો લોકોની નજર આ કાર્યક્રમ પર છે.

આજે સમગ્ર દુનિયા ઈતિહાસ બનતો જોઈ રહી છે. આગામી વર્ષે અમેરિકન પ્રમુખપદની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં મોદીએ તેમના ‘અબ કી બાર મોદી સરકાર’ની જેમ અમેરિકામાં ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’નું સૂત્ર આપ્યું હતું.  તેમણે કહ્યું આજે બે મોટા લોકતંત્રનો દિવસ છે. વર્ષ 2017માં ટ્રમ્પે મને તેમના પરિવારનો પરિચય કરાવ્યો હતો.

શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ આજે હું તમને મારા પરિવાર, લાખો ભારતીયો અને સમગ્ર વિશ્વમાં વસતા ભારતીય મૂળના લોકોના મારા પરિવારનો પરિચય કરાવું છું. મોદીએ કહ્યું કે ભારત અમેરિકાના સંબંધ ઘણા સાારા છે અને અમે સાચા મિત્રો છીએ. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન આૃર્થતંત્રને ફરી મજબૂત કર્યું છે. ભારત અને અમેરિકાના સંબંધો આજ જેવા મજબૂત ક્યારેય નહોતા.

વડાપ્રધાન મોદીના હાઉડી કાર્યક્રમમાં અમદાવાદ છવાયું

અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી કાર્યક્રમનું  દિગ્દર્શન અમદાવાદના પ્રસિદ્ધ તબલાવાદક ગુરૂ પંડિત દિવ્યાંગ વકીલ અને હિના પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. 80 મિનિટના શરૂઆતના સંગીતસભર કાર્યક્રમની શરૂઆત સંગીત નિર્દેશક ઋષિ વકીલના ગીતથી થઇ હતી. 30 ગૂ્રપના 350 જેટલા કલાકારો દ્વારા સિતારવાદન-તબલા-બેન્જો-વેસ્ટર્ન ડ્રમ-કી બોર્ડ વગેરે વાજીંત્રોમાં સાયુજ્ય કમ્પોઝિશન પંડિત દિવ્યાંગ વકીલનું સર્જન છે. સંગીત સભર આ કાર્યક્રમની પૂર્ણાહૂતિ પણ ઋષિ વકીલે કમ્પોઝ કરેલા ગીતથી થઇ હતી.

READ ALSO

Related posts

શું ભારત કરી રહ્યું છે પાકિસ્તાન સામે યુદ્ધની તૈયારી, પાક સરહદે શરૂ થયો સૌથી મોટો યુદ્ધઅભ્યાસ

pratik shah

દિવાળી સમયે નવી ચલણી નોટો ની માંગ વધતા કાળા બજારનો ગોરખધંધો, દલાલોનો ખાસ વ્યવસાય

pratik shah

આ ભારતીય એપનાં ફાઉન્ડર વિજયશેખરની એક દિવસની કમાણી, જાણશો તો ઉડશે હોશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!