GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

મોદી છે વિદેશપ્રવાસે, દુખની ઘડીમાં પણ અરૂણ જેટલીના પરિવારે કરી આ વિનંતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના નિધન બાદ દુખ વ્યક્ત કર્યુ.. પીએમ મોદીએ જેટલીના પરિવાર સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ પર જણાવ્યુ કે, એક પ્રખર નેતાએ દેશના વિકાસ માટે શ્રેષ્ઠ યોગદાન આપ્યુ. જેટલીના પરિવારે પીએમ મોદીને પોતાનો વિદેશ પ્રવાસ રદ્દ ન કરવા અપીલ કરી છે. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, જેટલી બંધારણ અને ઇતિહાસના સારા જાણકાર હતા. આજે આપણે એક મહાન નેતાને ગુમાવ્યા છે.

12:07 વાગ્યે થયું નિધન

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીનું દિલ્હીની એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયુ છે. તેઓ છેલ્લા ઘણાં  સમયથી એઈમ્સમાં સારવાર હેઠળ હતા. તેમની તબીયત અત્યંત નાજૂક હતી. જેથી તેઓ એઈમ્સમાં સારવાર માટે ખસેડાયા હતા.. તેમણે બપોરે 12.07 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.. 67 વર્ષની વયે જેટલીનું નિધન થતા ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે. છેલ્લા એક માસમાં ભાજપના બે મોટા નેતા સુષમા સ્વરાજ અને અરૂણ જેટલીનું નિધન થયુ છે. 

તેમને નવ ઓગસ્ટના રોજ એઈમ્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એઈમ્સના વરિષ્ઠ ડોક્ટર્સ તેમનો ઇલાજ કરી રહ્યા હતા. તેઓ શ્વાસની બીમારીથી પીડાઈ રહ્યા હતા. જેથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.. જોકે, લાંબી બિમારી બાદ તેમણે  દુનિયાને અલવિદા કહી દીધુ છે.

જેટલી સોફ્ટ ટિશૂ સરકોમા નામના કેન્સરથી પીડાઈ રહ્યા હતા. આ ઉપરાંત તેઓ ડાયાબિટિસના દર્દી હતા. તેમણે કિડનીને પણ ટ્રાન્સપ્લાનટ કરાવી હતી. તેમણે મોટાપાથી છુટકારા માટે બૈરિએટ્રિક સર્જરી પણ કરાવી હતી.

READ ALSO

Related posts

PHOTO: હિરાબાએ શિલાન્યાસની ઐતિહાસિક ક્ષણને ઘરે બેઠા નિહાળી, ટીવી પર જીવંત પ્રસારણ જોઈ ધન્યતા અનુભવી

Mansi Patel

બેરુત શહેર ધમાકા સાથે જેના કારણે ખળભળી ગયું તે એમોનિયમ નાઈટ્રેટ છે શું ?

Karan

યુકેમાં ગુજરાતીના ઘરમાંથી કરોડો રૂપિયાના બંડલો મળ્યા, 20 વર્ષનો છે યુવાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!