GSTV

જ્યાં સુધી મોદી સત્તામાં રહેશે, ત્યાં સુધી ભારત-પાકિસ્તાનમાં ક્રિકેટનો કોઈ ચાંસ નથી: શાહિદ અફ્રીદી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી જ્યાં સુધી ભારતના વડા પ્રધાન છે ત્યાં સુધી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ નહી થઈ શકે. અરબ ન્યુઝે આફ્રિદીને ટાંકતા કહ્યું છે કે, પાકિસ્તાનની સરકાર હંમેશા તૈયાર હોય છે પરંતુ ભારતની વર્તમાન સરકાર સાથે બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધોની સંભાવના નથી. જ્યાં સુધી મોદી સત્તામાં છે ત્યાં સુધી મને નથી લાગતું કે ક્રિકેટ બંને દેશોમાં થઈ શકે છે.

શાહિદ આફ્રિદીને એમ પણ લાગે છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં પાકિસ્તાની ખેલાડીઓ માટે તક ન મળવાના કારણે તે ઘણું ગુમાવી રહ્યું છે. આફ્રિદીનું માનવું છે કે ક્રિકેટની દુનિયામાં આઈપીએલ એક મોટી બ્રાન્ડ છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું કે, ‘હું જાણું છું કે આઈપીએલ ક્રિકેટ જગતમાં એક મોટી બ્રાન્ડ છે અને તે બાબાર આઝમ હોય કે અન્ય પાકિસ્તાની ખેલાડીઓ, તે ભારતમાં જવું, દબાણમાં રમવું અને મોટા ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમમાં શેર કરવાની એક તક હોઈ શકે છે. તેથી મને લાગે છે કે પાકિસ્તાની ખેલાડીઓને તે તક મળી રહી નથી.

જ્યારે આફ્રિદીને પૂછવામાં આવ્યું કે શું તેને ભારતમાં પાકિસ્તાન તરફથી વધુ પ્રેમ મળે છે, તો તેણે કહ્યું, ‘બેશક, મેં જે રીતે ભારતમાં ક્રિકેટની મજા માણી છે, ત્યાં હંમેશા મળેલા પ્રેમ અને આદરની મેં હંમેશા પ્રશંસા કરી છે. હવે જ્યારે હું સોશિયલ મીડિયા પર કંઈક કહું છું, ત્યારે મને ભારત તરફથી ઘણા સંદેશા મળે છે અને હું ઘણા લોકોને જવાબ આપું છું. મારું માનવું છે કે ભારતનો મારો એકંદરે અનુભવ ઉત્તમ રહ્યો છે.’

READ ALSO

Related posts

IPL-2020 : સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 88 રને હરાવ્યું, રાશિદ ખાનની 3 વિકેટ

Nilesh Jethva

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!