ઉત્તર પ્રદેશના વારાણસીમાં બંધાયેલા સિક્સલેન નેશનલ હાઇવે-19ના લોકાર્પણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા.. જ્યાં તેમના હસ્તે ખજૂરીમાં સિક્સ લેન હાઇવેનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રયાગરાજ-વારાણસી વચ્ચે બનેલા છ લેનવાળા NH-19 હાઇવેનુ્ં લોકાર્પણ કર્યા બાદ તેમણે અને રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે એક જનસભાને સંબોધન કર્યું.. તેમણે લોકોને દેવ દિવાળી અને પ્રકાશ પર્વની શુભકામના પાઠવી.

કાશી વિશ્વનાથ મંદિરના નવીનીકરણની યોજનાનું પણ રૂબરૂ જઇને અવલોકન કરશે
વારાણસી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મતદાર વિસ્તાર છે. આજે ત્યાં દીપોત્સવ પણ યોજાયો છે જેમાં મોદી સહભાગી થવાના છે. તેમની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હશે. NH-19ના લોકાર્પણ બાદ વડા પ્રધાન કાશી વિશ્વનાથ મંદિરના નવીનીકરણની યોજનાનું પણ રૂબરૂ જઇને અવલોકન કરશે.


ચેતસિંઘ ઘાટ પર દસ મિનિટનો લેઝર શો નિહાળશે
વડા પ્રધાનનો વિગતવાર કાર્યક્રમ આ પ્રમાણે છે. પહેલાં બાબતપુર એરપોર્ટ પહોંચશે. ત્યાંથી ભારતીય હવાઇ દળના હેલિકોપ્ટરમાં ડોમરી જશે. ડોમરીથી કાર દ્વારા ભગવાન અવધૂત રામ ઘાટ પહોંચશે અને ત્યાંથી ક્રૂઝ પર સવાર થઇને લલિતા ઘાટ પહોંચશે. આ કાર્યક્રમ પૂરો થયા બાદ તેઓ ફરી એકવાર ક્રૂઝ દ્વારા રવિદાસ ઘાટ જવા રવાના થશે અને ચેતસિંઘ ઘાટ પર દસ મિનિટનો લેઝર શો નિહાળશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત