GSTV
India News ટોપ સ્ટોરી

રાજસ્થાનમાં પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર, ‘સનાતન ધર્મનો નાશ કરવા નીકળેલું ઘમંડી ગઠબંધન મહિલા વિરોધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના પાલીમાં કોંગ્રેસ અને સાથી પક્ષોને આડેહાથ લેતાં કહ્યું કે, “કોંગ્રેસ અને તેના ઘમંડી ગઠબંધનો સનાતન માટે શું શું બોલ્યા નથી? કોંગ્રેસ અને તેના સાથી પક્ષો સનાતનનો નાશ કરવાની જાહેરાત કરી રહ્યા છે. સનાતનનો નાશ કરવાનો મતલબ રાજસ્થાનની સંસ્કૃતિનો નાશ કરવો છે. શું તમે આવું થવા દેશો? કોંગ્રેસનું આવું કારનામું ચાલવા દેશો? શું તમે ઘમંડી ગઠબંધનના આ કરતૂતને સ્વીકારશો.”

પીએમ મોદીએ હનુમાન મંદિરમાં દલિત સમાજના પૂજારીનો ઉલ્લેખ કરતા બિહારના મુખ્યમંત્રી પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, “આવી પવિત્ર ભૂમિ પર કોંગ્રેસના આશ્રય હેઠળ દલિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બિહારમાં અહંકારી ગઠબંધનના એક નેતા, જે ત્યાંના મુખ્યમંત્રી છે, તેમણે દલિત સમુદાયના પૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ એવી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. જે કોઈ સામાન્ય નાગરિક પણ કરતો નથી. સામાન્ય બોલચાલમાં પણ ન વપરાતી ભાષા તેઓ વિધાનસભા સદનમાં બોલી રહ્યા છે. તેમણે દલિતોનું અપમાન કર્યું છે, પરંતુ કોંગ્રેસે તેની નિંદા શુદ્ધાં કરી નથી.”

પીએમે વધુમાં કહ્યું, “દલિતો પર અત્યાચાર કરનારાઓને જોઈને કોંગ્રેસ આંખે પટ્ટી બાંધી લે છે. રાજસ્થાનમાં પણ આવું જ થયું. જ્યારથી મહિલાઓને અનામત આપતો કાયદો પસાર થયો ત્યારથી કોંગ્રેસે મહિલાઓ વિરુદ્ધ અભદ્ર અભિયાન શરૂ કર્યું છે. આ લોકોએ કેવી કેવી આપત્તિજનક કમેન્ટો આપણી માતાઓ અને બહેનો માટે કરી છે. બિહારના સીએમએ વિધાનસભામાં અમારી માતાઓ પ્રત્યે અત્યંત વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. અહીં પણ કોંગ્રેસ ચૂપ રહી. આ કોંગ્રેસનો અસલી ચહેરો છે.”

મોદીએ મહિલાઓનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, “મહિલા વિરોધી કોંગ્રેસ ક્યારેય મહિલાઓનું કલ્યાણ કરી શકતી નથી. તે ક્યારેય મહિલાઓની સુરક્ષા કરી શકતી નથી. કોંગ્રેસે રાજસ્થાનને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં નંબર-1 બનાવ્યું છે. અહીં મહિલાઓએ પોલીસ સ્ટેશનમાંજઈને ફરિયાદો નોંધાવી તેને અહીંના મુખ્યમંત્રી નકલી ગણાવે છે. અહીંના મુખ્યમંત્રી મહિલાઓને સર્ટિફિકેટ આપી રહ્યા છે કે તેઓ નકલી કેસ દાખલ કરે છે. આ મહિલાઓનું અપમાન છે કે નહીં! મહિલાઓનું અપમાન કરનારી આ સરકારે રાજસ્થાનમાંથી જવું જોઈએ કે નહીં?

‘કોંગ્રેસ માટે પરિવારવાદથી વધુ મહત્ત્વનું કંઈ નથી’

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “આજે આપણે એક વિકસિત રાષ્ટ્ર બનવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. આ માટે રાજસ્થાનમાં વિકાસને પ્રાથમિકતા આપતી સરકારની જરૂર છે. કોંગ્રેસ માટે ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદની રાજનીતિથી વધુ મહત્વનું કંઈ નથી.” આ પાર્ટી તુષ્ટિકરણની રાજનીતિ સિવાય બીજું કંઈ જ વિચારતી નથી.

ગુજરાત સહિત દેશ-વિદેશના સમાચારો તેમજ બિઝનેસ, જ્યોતિષ, એન્ટરટેઇન્મેન્ટ સહિતના લેટેસ્ટ સમાચાર મેળવવા માટે GSTVના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ  https://chat.whatsapp.com/IdVGH0pgIP08AeIj0cd0NA 
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો : https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ

Hardik Hingu

શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી

Nelson Parmar

BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા

Hardik Hingu
GSTV