GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

વડાપ્રધાન મોદીનો નેપાળ પ્રવાસનો બીજો દિવસ, મુક્તિનાથ મંદીરમાં કર્યા દર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નેપાળ પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ નેપાળના મુક્તિનાથ મંદીરમાં દર્શન કર્યા અને વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી હતી. મોદીએ ભગવાન શાલીગ્રામ તરીકે પૂજાતા વિષ્ણુ ભગવાનની મૂર્તિ પર ફૂલો પણ ચડાવ્યા, જે બાદ આરતી કરી છે.મુક્તિનાથ મંદિરમાં પીએમ મોદી દ્વારા પૂજા અર્ચના સમયે બે પૂજારી પણ ઉપસ્થિત રહ્યા.

મુક્તિનાથ મંદિર પહોચેલા વડાપ્રધાન મોદીએ બુદ્ધ ભિખ્ખુઓને પણ મળ્યા હતા.અને તેમને નમસ્કાર કર્યા હતા.આ ઉપરાંત તેમણે વૈદિક મંત્રોચ્ચાર કરતા બાળકો અને યુવાનોને પણ મળીને હાથ જોડીને નમસ્કાર કર્યા હતા.તેઓએ બૌદ્ધ ભિખ્ખુઓ જજોડે સેલ્ફી પણ લીધી અને તસવીરો પણ ખેંચાવી હતી.

હિમાલયની ગોદમાં આવેલા મુક્તિનાથ મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે. અહી શાલીગ્રામ રૂપે ભગવાન વિષ્ણૂ પૂજાય છે.મુક્તિનાથ મંદિર હિમાલયમાં ત્રણ હજાર સાતસો મીટરથી વધુ ઉંચાઈ પર આવેલુ છે. પીએમ મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે.કે જેઓ મુક્તિનાથ મંદિરે ગયા.

પુરાણોના મતે મુક્તિનાથ મંદિરનો સંબંધ સૃષ્ટીના આરંભ કાળથી માનવામાં આવે છે. આ મંદિર નેપાળના જાણીતા યાત્રા પર્યટન સ્થળમાં એક છે.આ મંદિર બૌદ્ધ અને હિન્દુ બંને ધર્મ માટે વિશેષ મહત્વ ધરાવે છે. હિન્દુઓમાં વૈષ્ણવ સંપ્રદાયના મુખ્ય ધામોમાં આ મંદિરનો સમાવેશ થાય છે. દેવી વૃંદાને શાપ માંથી મુક્તિ અપવવાની સાથે આ મંદિરનો ઈતિહાસ સંકળાયેલો છે.

Related posts

છત્રી-રેનકોટ રાખજો તૈયાર! અમદાવાદમાં આ તારીખે મેઘો થશે મહેરબાન

Arohi

ઘરે પહોંચે પહેલાં મોત વહેલું પહોંચ્યું : શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં જ 80 લોકોનાં થયાં મોત, થયો મોટો ખુલાસો

Harshad Patel

કોરોનાના ફફડાટ વચ્ચે આવી એક ખુશખબર, આ મહિનાના અંતમાં બની જશે રસી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!