GSTV
India News ટોપ સ્ટોરી

મોદીએ 5G મુદ્દે અશ્વિની વૈષ્ણવને ખખડાવ્યા : કામ ના કરે તેમને રવાના કરો

ભારતમાં 5G સ્પેક્ટ્રમની હરાજી પતી ગઈ પણ ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય દ્વારા તેને લગતી પ્રક્રિયા હજુ પૂરી ના કરાતાં મોદીએ અશ્વિની વૈષ્ણવ અને ટેલીકોમ અધિકારીઓને ખખડાવ્યા હોવાના સમાચાર છે. 5G સ્પેક્ટ્રમની હરાજીમાં બોલી લગાવીને સ્પેક્ટ્રમ ખરીદનારી બે કંપનીઓએ પીએમઓને ટેલીકોમ મંત્રાલયની ધીમી કામગીરી અંગે પીએમઓને ફરિયાદ કરી હતી.

આ બંને કંપની ઓગસ્ટમાં જ 5G સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે પણ સરકારી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતી હોવાથી તેમના આયોજન પ્રમાણે કામ નહીં થાય એવું લાગતાં રજૂઆત કરાઈ હતી. તેના પગલે મોદીએ વૈષ્ણવને ખખડાવીને અધિકારીઓને તાત્કાલિક પ્રક્રિયા પૂરી કરવા કહી દીધું છે. જે અધિકારીઓ કામ ના કરે તેમને રવાના કરી દેવા પણ મોદીએ સૂચના આપી દીધી હોવાનું કહેવાય છે.

મોદી પણ દેશમાં ઝડપથી 5G સેવાઓ શરૂ કરવા માગે છે. મોદીએ સ્વંતત્ર્ય દિનના પ્રવચનમાં ટેક્નોલોજીના વિકાસ પર ભાર મૂકીને જણાવ્યું કે ભારતમાં 5Gની સ્પીડ 4G કરતાં દસ ગણી વધારે હોઇ શકે છે અને 5G લેગ-ફ્રી કનેક્ટિવિટી ઓફર કરશે.

READ ALSO

Related posts

શિવસેનાએ ઇ.ડી, સી.બી.આઇને પીએફઆઇ કરતાં પણ ખરાબ ગણાવ્યું, ભાજપને ચેતવણી આપી, ‘વંદે માતરમ’ પર પણ પૂછ્યા સવાલ

Hemal Vegda

Mulayam Singh Yadav health: મુલાયમ સિંહ યાદવની હાલત હજુ પણ ખૂબ જ નાજુક, જાણો ડૉક્ટરોએ શું કહ્યું

Hemal Vegda

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Hemal Vegda
GSTV