GSTV
Home » News » મોદી નામની આંધીએ વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા, પ્રચંડ જીત પાછળ આ નિર્ણયો છે જવાબદાર

મોદી નામની આંધીએ વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા, પ્રચંડ જીત પાછળ આ નિર્ણયો છે જવાબદાર

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે ફરી એક વખત ભવ્ય વિજય મેળવી ઇતિહાસ રચી દીધો છે. 2014ની જેમ 2019માં પણ નરેન્દ્ર મોદી નામની આંધી એવી આવી કે વિપક્ષોના સૂપડા સાફ થઇ ગયા. જો કે મોદીની પ્રચંડ જીત પાછળ તેમણે છેલ્લા 5 વર્ષમાં કરેલા અનેક નીતિગત નિર્ણયો પણ સામેલ છે. આવો જોઇએ એવા ક્યા કારણો છે કે જેમણે ફરી એક વખત મોદીને સત્તાનું સુકાન સોંપ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માઇ નેતૃત્વ હેઠળ ભાજપે તેમના ઇતિહાસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી સતત બીજી વખત પૂર્ણ બહુમતિ મેળવી છે. મોદીના વન મેન શો સામે વિપક્ષી પાર્ટીઓના દિગ્ગજ નેતાઓની તમામ રણનીતિઓ નિષ્ફળ ગઇ છે. જો કે વડાપ્રધાન મોદીની ભવ્ય જીત પાછળ અનેક કારણો રહેલા છે.

સૌથી પહેલું અને મુખ્ય કારણ એ કે 2019માં દેશભરમાં મોદી જ એકમાત્ર અને સર્વાધિક લોકપ્રિય ચહેરો હતો. વળી ભાજપે પણ 2014ની જેમ જ ફરી એક વખત સમગ્ર દેશમાં ફક્ત અને ફક્ત મોદીના નામે જ ચૂંટણી લડી. ભાજપના ઉમેદવાર કોઇ પણ હોય. મત તો મોદીના નામે જ મળ્યા. મોદી સામે વિરોધ પક્ષોના નેતાઓએ એકતા દર્શાવવાનો પ્રયાસ તો કર્યો. પરંતુ ખાટલે મોટી ખોડ એ રહી કે મોદી સામે વિપક્ષોમાં કોઇ મજબૂત અને સક્ષમ જ ચહેરો નહોતો. કોંગ્રેસે મોદીના વિકલ્પ તરીકે રાહુલ ગાંધીને રજૂ કર્યા. પરંતુ રાહુલ ગાંધી મોદીને મજબૂત પડકાર આપવામાં સફળ રહ્યા નહી.

amit shah election

ભાજપની પ્રચંડ જીત પાછળ મોદી-શાહની રણનીતિ પણ જવાબદાર છે. બંનેએ ઉત્તર પ્રદેશ. બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા મહત્વના રાજ્યોમાં ઘડેલી રણનીતિ સંપૂર્ણપણે સફળ રહી. તેમાં પણ ભાજપના ચાણક્ય મનાતા અમિત શાહે બેઠક અને બૂથ દીઠ એવું માઇક્રો પ્લાનિંગ કર્યું. કે વિપક્ષોની કોઇ કારી ન ફાવી. મોદીને માત આપવા વિપક્ષોએ મહાગઠબંધન તો રચ્યું. પરંતુ મોદીની જબરદસ્ત લોકપ્રિયતા સામે મહાગઠબંધન વામણું પુરવાર થયું.

2019ની ચૂંટણીમાં રાષ્ટ્રવાદનો મુદ્દો પણ મોદીની જીતનું મુખ્ય કારણ રહ્યો. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સૈન્યએ પાકિસ્તાનમાં કરેલી એરસ્ટ્રાઇકને મોદીએ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવ્યો. તો કાશ્મીરમાં આતંકીઓના સફાયા માટે શરૂ કરેલું ઓપરેશન ઓલઆઉટ પણ મોદીની જીત માટે એટલું જ કારગત નીવડ્યું. બીજી તરફ પીએમ મોદીએ છેલ્લા 5 વર્ષમાં જે અનેકવિધ વિકાસ યોજનાઓ લાગુ કરી તે પણ મોદી અને ભાજપની જીતનું મુખ્ય કારણ રહી. રાહુલ ગાંધીએ રફાલ ડીલ મુદ્દે મોદીને ઘેરવાની ખૂબ કોશિશ કરી. પણ મોદીએ રફાલ ડીલ મુદ્દે કાઉન્ટર એટેકની આક્રમક રણનીતિ અપનાવી.

આ ઉપરાંત દેશમાં પ્રવર્તી રહેલા વિવિધ પ્રકારના જટિલ ટેક્સને દૂર કરી જીએસટી લાગુ કરવાનો નિર્ણય અનેક વિસંગતતા છતાં મોદીની તરફેણમાં રહ્યો. તો છેલ્લા 5 વર્ષ દરમ્યાન મોંઘવારીને પણ મહદ અંશે નિયંત્રણમાં રાખવામાં મોદી સરકાર સફળ રહી. વળી સતત વિદેશ પ્રવાસો વડે મોદીએ જે-તે દેશ સાથે સંબંધો ગાઢ બનાવી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું સ્થાન વધુ મજબૂત કર્યું. આમ આવા અનેકવિધ કારણોએ મોદીને ફરી એક વખત સત્તાનું સુકાન સોંપ્યું.

Read Also

Related posts

કેરલ: રાજ્યપાલ આરિફ મોહમ્મદને હટાવવાનો પ્રસ્તાવ, સ્પીકરે નોટિસ માન્ય રાખી

Pravin Makwana

ફક્ત 25 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી

pratik shah

બોયફ્રેન્ડ સાથે પકડાઈ નવવધુ, ગામલોકોએ પકડી બંનેના નાક કાપી નાખ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!