GSTV

મોદી લાવ્યા નવા સમાચાર, ચૂંટણી પહેલા જ દરેક ખેડૂતનાં ખાતામાં આવશે હજારો રૂપિયા

Last Updated on January 3, 2019 by Karan

લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર ખેડૂતોને પોતાના ફેવરમાં કરવાનો કોઈ કસર છોડવા માંગતી નથી. સરકાર ખેડૂતોની લોન માફ કરવાને બદલે ખેડૂતોની સમસ્યા હંમેશા માટે દૂર કરવા માંગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે એક મુલાકાતમાં આ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આપણે એવી સ્થિતિ બનાવવી જોઈએ કે જેનાથી ખેડૂતો ઉપર કોઈ ઋણ જ ના રહે. આ સાથે સરકાર ખેતીમાં જેને ઓછી આવક થાય એ લોકો માટે ડાયરેકટ ઇન્કમ ટ્રાન્સફર વિશેની યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે.

મોદી સરકાર ખેડૂતો માટે એવી યોજના તૈયાર કરે છે કે જેનાથી તાત્કાલિક રાહત મળી શકે અને કૃષિ અર્થતંત્રમાં પણ રોકાણ વધારી શકાય. સરકાર ખેડૂતોને રાહત આપવા માટે ખૂબ જ ઝડપથી આવક પરિવહન યોજના શરૂ કરશે. અત્યાર સુધીની માહિતી મુજબ આ આવક પરિવહન યોજના તેલંગણાની રેયત બંધુ યોજના જેવી હોય શકે છે. કે જેમાં ખેતી કરનારા બધા ખેડૂતોને 4000 રૂપિયા પ્રતિ એકર આપવામાં આવે છે. ઝારખંડ અને ઓડિશામાં પણ આ જ યોજના કામ કરે છે.

આ ઉપરાંત સરકાર 21.6 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 12 હજાર રૂપિયા પ્રતિ પરિવાર આપી શકે છે. સરકાર જો આ પગલું ઉઠાવે તો સરકારી તિજોરીમાં પચાસ હજાર કરોડ રૂપિયાનો બોજ પડી શકે છે. આ રકમને મનરેગા પર ખર્ચ થતી રકમને સમકક્ષ છે. આ યોજનાનો ફાયદો તે જ ખેડૂતોને મળશે કે જેઓની સ્થિતિ સારી નથી.

READ ALSO

Related posts

વિરાટ કોહલીના T-20 કેપ્ટન્સી છોડવાના નિર્ણયનું પત્ની અનુષ્કાએ કંઈક આ રીતે કર્યું સ્વાગત, જાણો એક્ટ્રેસનું રિએક્શન

Damini Patel

ચૂંટણી/ વડોદરા APMCની ચાર બેઠક પર આજે મતદાન, ભાજપની પેનલ જીતશે કે તૂટશે ?

Bansari

ધડાકો/ રોહિત શર્માને વાઇસ કેપ્ટન પદેથી હટાવવાની પ્લાનિંગ કરી રહ્યો હતો વિરાટ કોહલી, થયો આ ચોંકવાનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!