GSTV

નવી રણનીતિ/ આ રાજ્યમાં પણ ભાજપની જીતની જવાબદારી શાહને સોંપાઈ, ચાણક્યે એડવાન્સમાં જ સંભાળી બાજી

શાહ

Last Updated on September 25, 2021 by Bansari

ઉત્તરાખંડમાં ભાજપને જીતાડવાની જવાબદારી મોદીએ અમિત શાહને સોંપી છે. શાહે સાધુ-સંતો તથા ધાર્મિક આગેવાનો સાથે બેઠકોનો દૌર શરૂ કરીને આ દિશામાં કામગીરી શરૂ કરી દીધો ોહોવાનો સૂત્રોનો દાવો છે. શાહે ઉત્તરાખંડમાં ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત નરેન્દ્ર મોદી કરશે એવું સૂચન કર્યું હતું જે મોદીએ સ્વીકાર્યું છે.

શાહ

આવી છે શાહની યોજના

ઉત્તરાખંડમાં હિંદુત્વના મુદ્દા પર ભાજપને મત મળે એ માટે મોદી કેદારનાથમાં કેદારધામ નવનિર્માણ પ્રોજેક્ટ હેઠળ કરાઈ રહેલાં વિકાસ કાર્યોના લોકાર્પણ સાથે પ્રચારની શરૂઆત કરે એવી શાહની યોજના છે. મોદીએ આ યોજનાને લીલી ઝંડી પણ આપી દીધી છે.

શાહ

૬ ઓક્ટોબરે મોદી કેદારનાથ જશે

મોદીની સૂચનાના પગલે પીએમઓએના અધિકારીઓએ ગુરૂવારે કેદારનાથની મુલાકાત લઈને પ્રોજેક્ટનું કામ ક્યાં સુધી પહોંચ્યું તેની સમીક્ષા કરી હતી. સૂત્રોનો દાવો છે કે, અત્યારે જે સ્થિતી છે તે જોતાં ૩૦ સપ્ટેમ્બર સુધીમાં મહત્વનું કામ સમાપ્ત થઈ જશે. એ પછી ૬ ઓક્ટોબરે મોદી કેદારનાથ જશે. મોદીની મુલાકાતના અઠવાડિયા પછી શાહ ત્રણ દિવસ માટે ઉત્તરાખંડમાં ધામા નાંખશે અને ચૂંટણીની વ્યૂહરચના ઘડી કાઢશે.

Read Also

Related posts

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

pratik shah

કોંગ્રેસે દમ દેખાડ્યો/ બિહારમાં આજથી મહાગઠબંધન ખતમ, એકલા હાથે ચૂંટણી લડશે કોંગ્રેસ પાર્ટી

Pravin Makwana

BIG NEWS / ગુજરાત કોંગ્રેસ નેતાઓની હાઇકમાન્ડ સાથેની બેઠક પૂર્ણ, જાણો કોને-કોને સોંપાઇ શકે છે મોટી જવાબદારી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!