GSTV
India News ટોપ સ્ટોરી

વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે 50 મિનિટ કરી વાતચીત, પુતિને આપી આ ખાતરી

પુતિન

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે. વૈશ્વિક દબાણ અને તમામ પ્રકારના આકરા પ્રતિબંધો છતાં રશિયા તરફથી હુમલા વધુ તેજ બની રહ્યા છે. તે સતત યુક્રેનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. આ કારણે સમગ્ર વિશ્વના દેશોને લોકોની નિકાસી કરવામાં મુશ્કેલી પડી રહી છે.

મોદી

મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે 50 મિનિટ લાંબી વાતચીત કરી

વડાપ્રધાન મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે 50 મિનિટ લાંબી વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે સીધી વાતચીત કરવા આગ્રહ કર્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનના સુમિ શહેરમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવામાં સહયોગ આપવા આશ્વાસન આપ્યું હતું. તેના પહેલા વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે આશરે 35 મિનિટ સુધી વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી અને ઝેલેન્સ્કીએ યુક્રેનમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને તેના અલગ અલગ આયામો પર વિચારણા કરી હતી.

મોદી

મોદીએ ફોન પર ઝેલેન્સ્કી સાથે વાતચીત કરી

રશિયાએ ગત 24 ફેબ્રુઆરીના રોજ યુક્રેન પર હુમલાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ પ્રથમ વખત 26 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદીએ ફોન પર ઝેલેન્સ્કી સાથે વાતચીત કરી હતી. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરૂદ્ધ જે મતદાન થયું તેનાથી અંતર જાળવ્યું હતું. આ કારણે ઝેલેન્સ્કીએ વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે, ભારત યુક્રેનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમર્થન આપે. જોકે ભારત આ મામલે કોઈ પણ એક પક્ષનો સાથ આપવાથી બચી રહ્યું છે. તેણે યુદ્ધના સમાધાન માટે કૂટનીતિને જરૂરી ગણાવી છે. ભારતે યુક્રેન યુદ્ધની નિંદા કરી છે અને સાથે જ રશિયા વિરૂદ્ધ મતદાનથી પણ અંતર જાળવ્યું છે.

Read Also

Related posts

BREAKING / અમદાવાદ: કિરણ પટેલની પત્ની માલિનીની ધરપકડ, મકાન પચાવી પાડી છેતરપીંડી કર્યાની નોંધાઈ હતી ફરિયાદ

Kaushal Pancholi

BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel
GSTV